હું 3-4 વર્ષથી પ્રેમ કરતો હતો ને અચાનક પપ્પાને ખબર પડી ગઈ, આ છે ભુવનેશ્વરની ટ્વિસ્ટેડ લવ સ્ટોરી

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે નવેમ્બર 2017માં નુપુર સાથે લગ્ન કર્યા. નુપુર નોઈડામાં એન્જિનિયર તરીકે કામ કરે છે. આમ તો નુપૂર મેરઠના ગંગાનગરમાં ભુવનેશ્વર કુમારની પડોશીમાં રહે છે. પંરતુ તેનુ પ્રારંભિક શિક્ષણ દહેરાદૂનમાં થયું છે. આ પછી નુપુરે 12મી અને બીટેકનો અભ્યાસ નોઇડાથી પૂર્ણ કર્યો છે. બંને એક બીજાને બાળપણથી જ ઓળખતા હતા પરંતુ ભૂવનેશ્વરમાં એટલી હિમ્મત નહતી કે તે નુપુરના પિતાને આ વાત કહીં શકે. આજે તેનો 29મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

ભુવનેશ્વરએ જણાવ્યુ હતું કે ,”અમે એક બીજાને 12-13 વર્ષથી જાણીએ છીએ. કોઈ દિવસ વિચાર્યું નહોતું કે આજ યોગ્ય સમય છે. પરંતુ અમારા માતા પિતા એ રજા આપી તે પછી અમે પણ લગ્ન કરવાનો વિચાર કર્યો. પહેલા 3-4 વર્ષ સુધી અમારા માતા પિતાને અમારા આ સબંધ વિષે કોઈ જાણકારી નહતી. મે કઈ જ કહ્યું નહતું. તેમણે હકીક્તમાં કોઈ બીજા પાસેથી આ વાતની જાણ થઈ. એ વાત સારી હતી કે તેમણે આ વાતની જાણ થઈ ગઈ. મારામાં જાતે આ વાત કહેવાની હિમ્મત નહતી.

લગભગ મે 2017માં ભુવનેશ્વર કુમારે ઇન્સ્ટાગ્રમ પાર એક ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. આ ફોટોગ્રાફમાં તેના સાથે કઈ છોકરી હતી એ વાતની સ્પષ્ટતા હજુ થઈ નથી. પરંતુ આ બાબતે તેના પર તેમના ફેંસએ તે કોણ છે તેના પ્રયત્નો ચાલુ કરી દીધા હતાં. ભુનેશ્વરએ ફોટો કેપ્શનમાં લખ્યું હતું કે – ‘ ડિનર ડેટ! આખી પોસ્ટ જલ્દી જ અપલોડ કરીશ’ . અને તે પછી એ રહસ્ય પૂરું કરતાં તેની સાથે નુપુરનો ફોટોગ્રાફ ઉપલોડ કર્યો, અને તે પછી આ કપલને લઈને ચર્ચા શરું થઈ ગઈ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter