GSTV

INDvNZ: આજે ન્યૂઝીલેન્ડ સામે બીજી ટી-20, ટીમ ઇન્ડિયા માટે ‘કરો યા મરો’ની સ્થિતી

Last Updated on February 8, 2019 by Bansari

બોલરો-ફિલ્ડરોના કંગાળ દેખાવ બાદ બેટ્સમેનોના ફ્લોપ શૉને કારણે પ્રથમ મેચમાં હારનો આંચકો સહન કર્યા બાદ ભારત આજની ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી-૨૦માં વળતો હૂમલો કરવાના ઈરાદા સાથે ઉતરશે. પ્રથમ ટી-૨૦ના પરાજય સાથે છેલ્લી નવમાંથી એક પણ શ્રેણી ન હારવાનો ભારતનો રેકોર્ડ દાવ પર લાગ્યો છે. જો ન્યુઝીલેન્ડ આવતીકાલની મેચ જીતશે તો તેઓ ત્રણ મેચની શ્રેણી ૨-૦થી પોતાના નામે કરશે. આવી સ્થિતિમાં રોહિત શર્માની ટીમ માટે જીતવું અનિવાર્ય બની ગયું છે.

ન્યુઝીલેન્ડને ભારત સામેની પાંચ વન ડેની શ્રેણીમાં ૧-૪થી સજ્જડ પરાજય સહન કરવો પડયો હતો. વિલિયમસનની આગેવાની હેઠળની ટીમ ટી-૨૦ શ્રેણી જીતીને હિસાબ બરોબર કરવાની તૈયારી કરી રહી છે. વેલિંગ્ટનમાં સેઈફેર્ટની આક્રમક બેટીંગે ટીમને ૨૦૦ને પાર પહોંચાડી હતી. જ્યારે સાઉથી સહિતના બોલરોએ ભારતીય બેટ્સમેનો પર પ્રભુત્વ જાળવ્યું હતુ અને તેઓ વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ પરિવર્તન નહી કરે તેવું લાગી રહ્યું છે.

જોકે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટી-૨૦ ટીમ આજની મેચમાં કેટલાક પરિવર્તનો સાથે ઉતરશે તેમ મનાય છે. ટીમ ફરી બે સ્પિનરોની વ્યુહરચના તરફ પાછી ફરશે તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને પ્રથમ ટી-૨૦માં જે પ્રકારે ભારતીય બોલરોએ રન આપ્યા તે જોતાં કોમ્બિનેશનમાં પરિવર્તન નક્કી લાગી રહ્યું છે.

ભારતની બોલિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરવાની તૈયારી

પ્રથમ ટી-૨૦માં ન્યુઝીલેન્ડના બેટ્સમેનો સામે જે પ્રકારે ભારતીય બોલિંગ યુનિટે દેખાવ કર્યો તેનાથી ટીમ મેનેજમેન્ટ ખુશ નથી. આ કારણે હવે આજના મુકાબલામાં નવા કોમ્બિનેશનને અજમાવવાની વિચારણા ચાલી રહી છે. ભુવનેશ્વરની સાથે સિદ્ધાર્થ કૌલ કે પછી મોહમ્મદ સિરાજને તક મળી શકે છે. ખલીલ ખાસ પ્રભાવ પાડી ન શકતાં તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવી શકે છે.

જ્યારે કૃણાલ પંડયા અને ચહલમાંથી એકના સ્થાને ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને તક આપવામાં આવી શકે છે. 

કેપ્ટન રોહિત સહિતના બેટ્સમેનોએ ફોર્મ બતાવવું પડશે

પ્રથમ ટી-૨૦માં કેપ્ટન રોહિત સહિતના ભારતના ટોચના બેટ્સમેનો ખરા સમયે જ લાંબી ઈનિંગ્ રમવામાં નિષ્ફળ રહ્યા હતા અને આ જ બાબત ટીમની હારનું કારણ બની હતી. કેપ્ટન ધોનીએ એકલા હાથે સંઘર્ષ કરતાં ૩૯ રન કર્યા હતા.  ધવન (૨૯) અને વન ડાઉન બેટીંગમાં ઉતરેલો વિજય શંકર (૨૭) સારી શરૃઆતને મોટી ઈનિંગમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે ટીમ હાર તરફ ધકેલાઈ હતી. આ ઉપરાંત મીડલ ઓર્ડરમાં ધોનીને કોઈનો સાથ મળી શક્યો નહતો. પંત અને દિનેશ કાર્તિકની સાથે હાર્દિક તેમજ કૃણાલ પંડયા તેમની આગવી લયમાં રમી શક્યા નહતા. ટીમ મેનેજમેન્ટ ફરી વખત શુભમન ગીલને પ્લેઈંગ ઈલેવનમાં તક આપશે તેમ લાગી રહ્યું છે. 

ન્યુઝીલેન્ડ વિનિંગ કોમ્બિનેશન જાળવવા ફેવરિટ : નીશમને તક મળી શકે

ભારત સામેની વન ડે શ્રેણીની શરમજનક હાર બાદ ન્યુઝીલેન્ડનો કેપ્ટન વિલિયમસન ટ્વેન્ટી-૨૦ શ્રેણીની શરૃઆતથી ઉત્સાહિત છે. ખાસ કરીને ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ જે પ્રકારના આત્મવિશ્વાસ સાથે ભારત સામે બેટીંગ કરી છે, તેના કારણે સ્થાનિક ચાહકોનું જોશ પણ વધ્યું છે. ઓપનર સેઈફેર્ટની સાથે સાથે મુનરો અને વિલિયમસને કેટલાક દર્શનીય સ્ટ્રોક ફટકાર્યા હતા.રોસ ટેલર અને કુગેલેજ્ને પણ ટીમને મજબુતી અપાવતી ઈનિંગ રમી હતી. જ્યારે બાઉલ્ટની ગેરહાજરીમાં સાઉથી, ફર્ગ્યુસન, સોઢી તેમજ સાન્ટનેરે ભારત પર પકડ જમાવી હતી. ન્યુઝીલેન્ડનો ઓલરાઉન્ડર નીશમ ટીમમાં સ્થાન મેળવવા માટે ફિટ છે અને તેને ગ્રાન્ધોમ કે કુગેલેજ્નના સ્થાને તક મળી શકે છે. 

ભારત :

રોહિત શર્મા (કેપ્ટન), ધવન, પંત, કાર્તિક, જાધવ, ધોની (વિ.કી.), કૃણાલ પંડયા, કુલદીપ, ચહલ, બી.કુમાર, કૌલ, ખલીલ, ગીલ, શંકર, હાર્દિક પંડયા અને સિરાજ.

ન્યુઝીલેન્ડ :

વિલિયમસન (કેપ્ટન), બ્રેસવેલ, રોસ ટેલર, ડે ગ્રાન્ધોમ, ફર્ગ્યુસન, ક્રુગેલેન્જ, મુનરો, મિચેલ, સાન્ટનેર, સેઈફેર્ટ, સોઢી, સાઉથી, ટેલર, નીશમ.

Read Also

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!