GSTV

ક્રિકેટના ઈતિહાસનાં 7 એવાં રેકોર્ડસ જેને તોડવા મુશ્કેલ જ નહી અસંભવ છે

સિક્સર

Last Updated on December 21, 2019 by Karan

ક્રિકેટ એક એવી રમત છે જેમાં સૌથી વધારે રેકોર્ડસ વિશે જ ઉલ્લેખ કરવામાં આવે છે. દર થોડા દિવસોમાં ઘણા ખેલાડીઓ નવા રેકોર્ડસ બનાવતા જોવા મળે છે. પરંતુ એવાં રેકોર્ડસ પણ છે જે લાંબા સમયથી તૂટ્યા જ નથી. તો ચાલો જાણીએ ક્રિકેટનાં ઈતિહાસ એવાં સાત રેકોર્ડસ વિશે જે તૂટવા મુશ્કેલ જ નહી અસંભવ છે.

જીમ લેકર

ઈંગ્લેન્ડનાં ઓફ સ્પિનર જીમ લેકરનાં નામે એવો રેકોર્ડ છે જે પાછલાં 62 વર્ષો બાદ પણ કોઈતોડી શક્યુ નથી. 1956માં જીમ લેકરે માનચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડમાં ઓસ્ટ્રેલિયાની સામે એક મેચમાં 20 વિકેટ લીધી હતી. તેણે પહેલી ઈનિંગમાં 9 અને બીજી ઈનિંગમાં 10 વિકેટ લીધી હતી. તેમનો આ રેકોર્ડ તૂટવો મુશ્કેલ છે.

સચિન તેંદુલકર

ક્રિકેટનાં ભગવાન ગણાતા સચિન તેંદુલકરનાં નામે કુલ 100 સદી નોંધાયેલી છે. તેમણે વનડેમાં 49 અને ટેસ્ટમાં 51 સદીઓ ફટકારી છે. સચિનનાં આ રેકોર્ડને કદાચ જ કોઈ બેટ્સમેન તોડી શકશે. કારણકે  આ રેકોર્ડની આસપાસ પણ કોઈ ખેલાડી નથી.

રોહિત શર્મા

ભારતીય ટીમનાં ઓપનર રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી ચૂક્યા છે. કોઈ પણ બેટ્સમેન માટે આ ફોરમેટમાં એક સદી ફટકારવી પણ બહુજ મુશ્કેલ ભર્યુ હોય છે. જ્યાં રોહિતે 3 વાર 200થી વધારે રનોની ઈનિંગ રમીને ક્યારેય ન તૂટે તેવો રેકોર્ડ બનાવ્યો છે.

ઈરફાન પઠાણ

ભારતનાં ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે ટેસ્ટ ક્રિકેટમાં એવું કારનામું કર્યુ છે જે કદાચ જ કોઈ બોલર કરી શકે. વાસ્તવમાં ઈરફાનનાં નામે ટેસ્ટ મેચની પહેલી ઓવરમાં જ હેટ્રિક લેવાનો રેકોર્ડ છે. 2006માં ઈરફાને પાકિસ્તાનના યૂનિસ ખાન, મોહમ્મદ યુસુફ અને સલમાન બટને સતત ત્રણ બોલ પર આઉટ કર્યા હતા.

ડૉન બ્રેડમેન

ઓસ્ટ્રેલિયાનાં સર ડોન બ્રેડમેન દુનિયાના મહાન બેટ્સમેનમાંથી એક છે. ટેસ્ટ ક્રિકેટનાં મહાન ખેલાડી બ્રેડમેનના નામે 52 ટેસ્ટ મેચમાં કુલ 6,996 રન છે. જેમાં તેમની 12 બેવડી સદીનો પણ સમાવેશ થાય છે. બ્રેડમેને આ રન 99.94ની શાનદાર સરેરાશથી બનાવ્યા હતા. ક્રિકેટમાં અન્ય રેકોર્ડતો તૂટી શકે છે પણ કદાચ જ કોઈ ટેસ્ટ ક્રિકેટમાં આ સરેરાશથી રન બનાવી શકશે.

બ્રાયન લારા

વિંડીઝનાં મહાન બેટ્સમેન રહેલાં બ્રાયન લારાના બેટથી ટેસ્ટ ક્રિકેટની સૌથી મોટી ઈનિંગ નીકળી છે. તે 14 વર્ષ પહેલાં 12 એપ્રિલ 2004માં એન્ટીગુઆમાં ઈંગ્લેન્ડની સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી 400 રનોની અણનમ ઈનિંગ રમ્યો હતો. હાલનાં સમયમાં કોઈ પણ બેટ્સમેન માટે 400 રનોની ઈનિંગ રમવી સરળ નથી.

મુથૈયા મુરલીધરન

શ્રીલંકાનાં મહાન સ્પિનરમુરલીધરને પોતાના 19 વર્ષનાં કરિયરમાં 133 ટેસ્ટ અને 350 વનડે મેચો મળીને કુલ 483 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેમણે ટેસ્ટમાં 800 અને વનડેમાં 534 વિકેટ લીધી છે. કુલ મળીને મુરલીએ 1334 વિકેટ પોતાના નામે કરી જેને તોડવો અસંભવ છે.

READ ALSO

Related posts

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!