GSTV
Home » News » ઓકલેન્ડ પહોંચી ભારતીય ક્રિકેટ ટીમ, વિરાટ કોહલીએ શેર કરી Selfie

ઓકલેન્ડ પહોંચી ભારતીય ક્રિકેટ ટીમ, વિરાટ કોહલીએ શેર કરી Selfie

ટીમ ઈન્ડિયા લભગ બે મહિનનાં લાંબા પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડ પહોંચી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્દ 19 જાન્યુઆરીએ ત્રણ મેચોની વનડે સીરીજ 2-1થી જીત્યા પછી ટીમ ઈન્ડિયા 20 જાન્યુઆરીનાં રોજ ન્યૂઝીલેન્ડના પ્રવાસે રવાના થઈ છે. ટીમ ઈન્ડિયા વાયા સિંગાપોર થઈને ઓકલેન્ડ પહોંચી છે.

ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીએ એક સેલ્ફી શેર કરી છે. જેમાં તેમની સાથે શાર્દુલ ઠાકુર અને શ્રેયસ અય્યર પણ નજરે આવી રહ્યા છે. ભારતને 24 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડમાં પાંચ મેચોની વનડે સીરીઝ રમવાનાં છે. આ પ્રવાસ દરમ્યાન ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની વનડે ઈન્ટરનેશનલ અને બે મેચોની ટેસ્ટ સીરીઝ પણ રમવાની છે.

ભારતીય ટીમ માટે આ પ્રવાસ અત્યંત મહત્વનો છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અતંર્ગત આ ટીમ ઈન્ડિયાનો અત્યંત મહત્વ પૂર્ણ પ્રવાસ માનવામાં આવી રહ્યો છે. ભારતે અત્યાર સુધી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિશયન અતંર્ગત રમાયેલી તમામ સાત મેચો જીતી છે. આ પ્રવાસની શરૂઆતમાં પાંચ મેચોની ટી-20 ઈન્ટરનેશનલ સીરીઝની સાથે યોજાશે. ટી-20 ઈન્ટરનેશનલ સીરીઝ પહેલા બે મેચ ઓકલેન્ડનાં ઈડન પાર્કમાં યોજાશે. આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ ઓક્ટોમ્બર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાશે. ત્યારે આ પાંચ મેચોની ટી-20 સીરીઝ બન્ને ટીમો માટે ખૂબ મહત્વની રહેશે.

READ ALSO

Related posts

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેને કર્યું એવું કામ કે લોકો કરી રહ્યો છે સલામ

Nilesh Jethva

વેકેશન માટે આ જગ્યાએ પહોંચી સારા અલી ખાન, હોટ ફોટો શેર કરી ફેન્સનો પાડી દીધો પરસેવો

Ankita Trada

ટ્રમ્પ વિલેજ: ભારતમાં આવતા ટ્રમ્પ સાહેબથી કોઈને ફાયદો થાય કે ન થાય, આ ગામને જરૂર થવો જોઈએ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!