GSTV
Home » News » ધોવાઈ શકે છે ભારત-ન્યૂઝીલેન્ડ મેચ, નોટિંઘમમાં વરસાદ

ધોવાઈ શકે છે ભારત-ન્યૂઝીલેન્ડ મેચ, નોટિંઘમમાં વરસાદ

ઈગ્લેન્ડ અને વેલ્સની હોસ્ટિંગમાં ચાલુ ક્રિકેટ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમતથી વધુ વરસાદે પોતાની ભુમિકાથી સૌને ચોંકાવી દીધા છે. હાલની ટુર્નામેન્ટના બે મેચ વરસાદના કારણે ટોસ વગર જ ધોવાઈ ગઈ જ્યારે એક મેચ પરિણામ વગરની રહી.

southampton cricket

વર્લ્ડ કપમાં સતત રમત ખરાબ કરી રહેલો વરસાદ ટૂર્નામેન્ટમાં બે જીતનાર ટીમ ભારતના મેચ પર અસર કરી શકે છે. ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટ પ્રસંશક સુધીર ગૌતમ નોટિંઘમ પહોંચી ચુંક્યા છે, જ્યા તેમણે મોસમની જાણકારી આપી હતી.

આ ખબર ટીમ ભારત માટે સારા નથી. સુધીરે ટ્વિટ કરી જણાવ્યું કે ભારત અને ન્યુજીલેન્ડ મેચ માટે નોટિંધમ પહોંચ્યા અને તમે જોઈ શકો છો કે વરસાદે અમારૂ કેવી રીતે સ્વાગત કર્યુ છે. ઈન્દ્રદેવ અમને રમવાનો મોકો આપો જેથી અમે જીતી શકીએ.

ક્રિકેટના જાણકારોનું માનવુ છે કે ભારત અને ન્યુજીલેન્ડ વચ્ચે થનાર મેચમાં વરસાદ પડવાના 90 ટકા ચાન્સ છે.

વરસાદની રમતે ક્રિકેટના પ્રસંશકોને એ કહેવા મજબુર કરી દીધા છે કે વર્લ્ડ કપ છે કે રેન કપ 2019નો વર્લ્ડ કપ સૌથી વઘુ મેચ રદ થનાર વર્લ્ડ બની ગયો છે.

ક્યારે ક્યારે વરસાદના કારણે મેચ રદ્દ થઈ ગઈ

1979મા એકવાર

2015મા એકવાર

2019મા બેવાર (પાકિસ્તાન અને શ્રીલંકા – બાંગ્લાદેશ અને શ્રીલંકા)

સેમીફાઈનલ અને ફાઈનલ માટે રિજર્વ ડે

વરસાદના કારણે સેમીફાઈનલ અને ફાઈનલ ખોરવાવાથી રિજર્વ ડે રાખવામાં આવ્યો છે. તેમ છતાં પણ આ મેચ ફરીથી શરૂ થશે નહીં. ગૃપ મુકાબલા માટે કોઈ રિજર્વ ડે રાખવામાં આવ્યો નથી.

READ ALSO

Related posts

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: ખાણ-ખનીજ ક્ષેત્રને મળશે આ દરજ્જો

Riyaz Parmar

સુરત: લુમ્સનાં ખાતામાં આગ, ફાયર બ્રિગેડની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી

Riyaz Parmar

ગોધરા નગર પાલિકાએ વિદ્યાર્થીની સલામતીને લઈને લીધો આ મહત્વનો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!