GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

વર્લ્ડ કપમાં ભારતની આ છે સંભવિત ટીમ, 3 વાગે થશે મોટો ખુલાસો

દેશમાં હાલમાં આઇપીએલની ધૂમ છે.. ત્યારે ચાલુ વર્ષે મે મહિનામાં બ્રિટનમાં ક્રિકેટના મહાકુંભ એટલે કે વર્લ્ડ કપનો પ્રારંભ થવાનો છે. ક્રિકેટ વર્લ્ડ કપ માટે આજે મુંબઇ ખાતે વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી માટે બીસીસીઆઈના અધિકારીઓ અને ટીમના પસંદગીકારોની બપોરે 12 કલાકે બેઠક શરૂ થશે. જે બાદ બપોરે 3 વાગે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી શકે છે. કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની વર્લ્ડકપ માટેની ટીમમાં ઓપનર તરીકે રોહિત શર્મા અને શિખર ધવન તેમજ ફર્સ્ટ ચોઈસ વિકેટકિપર તરીકે ધોની, ઓલરાઉન્ડર કેદાર જાધવ અને હાર્દિક પંડયા, ફાસ્ટ બોલર તરીકે બુમરાહ તેમજ ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીનું સ્થાન નક્કી મનાય છે. સ્પિનર તરીકે કુલદીપ યાદવ, ચહલ અને રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં નિશ્ચિત છે.

Gautam Gambhir

આઇપીએલમાં ફોર્મ મેળવી ચૂકેલા લોકેશ રાહુલને બૅકઅપ ઓપનરની સાથે સાથે ત્રીજા ક્રમના બેટ્સમેન તરીકે તક આપવામાં આવે તો નવાઈ નથી. ભારતીય કેપ્ટન કોહલીએ અગાઉ જેને વર્લ્ડકપમાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકે નિશ્ચિત ગણાવ્યો હતો તે રાયડુ ફોર્મ દેખાડી શક્યો નથી. આમ છતાં, રાયડુ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના કોમ્બિનેશનમાં સામેલ છે અને પસંદગીકારો તેને વર્લ્ડકપમાં તક આપશે જ તે લગભગ નક્કી મનાય છે.

પસંદગીકારોને મુંઝવતા પ્રશ્નોમાં વિકેટકિપર-બેટ્સમેનની પસંદગીનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ કેપ્ટન કમ બેટ્સમેન ધોનીએ તો ટીમમાં જ નહી પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હોવાનું મનાય છે. આવી સ્થિતિમાં હવે પસંદગીકારોને દિનેશ કાર્તિક અને યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતમાંથી એકની પસંદગી કરવાની છે. દિનેશ કાર્તિકે વિકેટકિપીંગની સાથે બેટ્સમેન તરીકેની પરિપક્વ પ્રતિભા દર્શાવી છે. આગામી વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડનું વાતાવરણ પણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે, જેના કારણે પસંદગીકારો ટીમના બોલિંગ કોમ્બિનેશનના સિલેક્શનમાં ખુબ જ સાવધાની રાખી રહ્યા છે.

કુલદીપ યાદવ અને ચહલની સાથે રવિન્દ્ર જાડેજાને ત્રીજા સ્પિનર તરીકે ટીમમાં સમાવાશે તેમ મનાય છે. વર્ષ ૨૦૧૩માં ભારતે ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ત્યારે જાડેજાએ સૌથી વધુ વિકેટ ઝડપીને સપાટો બોલાવ્યો હતો. જોકે ક્રિકેટ વર્તુળોમાં એવી ચર્ચા પણ છે કે, જુનમાં ઈંગ્લેન્ડમાં વરસાદી માહૌલ હોય છે અને આ કારણે ભારતે ત્રણથી વધુ ફાસ્ટરોને ટીમમાં સામેલ કરવા જોઈએ તેમ મનાય છે.

READ ALSO

Related posts

કોરોનામાં કાળાબજાર: સુરતમાં ટોસિલિઝૂમેબ ઈન્જેકશન એક લાખમાં વેચાતું હોવાનું કૌભાંડ આવ્યું

pratik shah

ઉત્તર પ્રદેશ પોલીસને મોટી સફળતા, 6 દિવસ બાદ ગેંગસ્ટર વિકાસ દુબેની થઇ ધરપકડ

pratik shah

21મી જુલાઈથી અમરનાથ યાત્રાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી, ઉચ્ચ સ્તરીય બેઠક બાદ લેવાયો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!