GSTV
India News Trending

ભારતીય તટરક્ષકે પકડ્યું એક સંદિગ્ધ ઇન્ડોનેશિયાઇ જહાજ, ઇરાની ચાલકની પણ ધરપકડ

ભારતીય તટરક્ષક બળે ગુજરાતના દ્વારકા તટ પાસેથી એક સંદિગ્ધ ઈંડોનેશિયાઇ જહાજને પકડવામાં આવ્યું છે. સુરક્ષા બળોએ ઈરાની ચાલક દળની પણ ધરપકડ કરી છે. જહાજ પર કેટલોક સંદિગ્ધ સામ દેખાયો હતો, જેની તપાસ ચાલી રહી છે. ચાલકનું કહેવું છે કે, જહાજ કુવૈત લઈ જવામાં આવી રહ્યું છે.

ગુજરાતાઅં સમુદ્રી તટ પર વારંવાર સંદિગ્ધ ગતિવિધિઓ જોવા મળે છે, જેના પર ભારતીય તટરક્ષક કાર્યવાહી કરે છે. ગયા મહિને ભારતીય તટરક્ષક બળોએ કચ્છના જખૌ બંદરેથી 600 કરોડ રૂપિયાના ડ્રગ સહિત છ પાકિસ્તાની નાગરીકોની ધરપકડ કરી હતી. સમુદ્રમાં તટરક્ષક બળોનીની આ મોટી કાર્યવાહી કહેવામાં આવી રહી છે, આ ડ્રગ્સ પાકિસ્તાનથી ભારત લાવવામાં આવી રહ્યું હતું.

તટરક્ષક બળોએ 100 કિલો હેરોઇન પકડ્યું હતું અને અલમદીના નામની બોટને પોતાના કબ્જામાં લઈ લીધી હતી. પૂછપરછમાં બોટ પર સવાર છ પાકિસ્તાની ક્રૂએ જણાવ્યું કે, તેઓ કરાંચીના હાર્બરથી ભારત આવવા માટે રવાના થયા હતા. ભારતીય તટરક્ષક બળના એડિશનલ ડિરેક્ટર જનરલ વીએસઆર મૂર્થિના જણાવ્યા અનુસાર, ભારતીય તટરક્ષકની આ વર્ષની બીજી સૌથી મોટી કાર્યવાહી હતી. પહેલી ઘટના માર્ચમાં થઈ હતી.

Related posts

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL

અંકિતા ભંડારીના હત્યારાઓનો થશે નાર્કો ટેસ્ટ, મુખ્ય આરોપી ભાજપના નેતાનો પુત્રઃ એડીજીએ આપ્યા આ સંકેત

HARSHAD PATEL

ભાગલા માત્ર શિવસેનામાં નથી પડ્યા, પક્ષ સાથે જોડાયેલા પરિવારોમાં પણ ભંગાણ, ક્યાંક ભાઈઓ તો ક્યાંક બાપ દીકરા જુદા પડ્યા

Padma Patel
GSTV