GSTV
Kutch ગુજરાત ટોપ સ્ટોરી

Big Breaking / ગુજરાત બન્યુ ડ્રગ્સની હેરાફેરીનું ‘એપીસેન્ટર’, પાકિસ્તાની બોટમાંથી 280 કરોડનું હેરાઇન ઝડપાયું

ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે વધુ એકવાર ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના દરિયા માર્ગેથી ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અરબી સમુદ્રના ભારતીય સરહદમાંથી પાકિસ્તાનની અલ હજ્જ બોટ ઝડપી પાડી હતી. આ બોટમાંથી 280 કરોડ રૂપિયાનું હેરોઇન હોવાનું કહેવાઇ રહ્યું છે. બોટમાં પાકિસ્તાનના 9 લોકો સવાર હતા. બોટને તપાસ માટે કચ્છના જખાઉ બંદર પર લાવવામા આવી હતી.

ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ કરીને ડ્રગ્સ ઠાલવતી ડ્રગ્સ સિન્ડિકેટનો વધુ એક પ્રયાસ સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે. જે મુજબ ગુજરાત ATSને બાતમી મળી હતી કે, પાકિસ્તાની જહાજ અલહજમાં હેરોઈનનો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે ATSએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરીને કોસ્ટગાર્ડ સાથે સયુંક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. દરમિયાન જખૌની દરિયાઈ સીમામાં રવિવારે રાત્રે શંકાસ્પદ જહાજ દેખાયું હતું.

તપાસ દરમિયાન જહાજમાંથી કરોડોની કિંમતનું હેરોઈન મળી આવતા 9 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. હેરોઈનની બજાર કિંમત 350 કરોડથી પણ વધુ હોવાની વિગતો મળી છે. હેરોઈન પ્રકરણમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા તરફથી આજે બપોરે 12:00 વાગ્યે ATS ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. 

કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા ગુજરાત એટીએસ અને ડીઆરઆઇ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતું. 250 કિલો ડ્રગ્સની કિંમત આશરે બેથી ત્રણ હજાર હોવાનું માનવામાં આવે છે. ડ્રગ્સનો આ જથ્થો કન્ટેનર્સમાં આવ્યો હતો. અફઘાનિસ્તાનથી આ જથ્થો લાવવામાં આવ્યો હોવાની આશંકા છે. તો બીજી તરફ ડ્રગ્સની કિંમતનો આંકડો હજુ વધી તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મોટી સંખ્યામાં પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હતું.

જાન્યુઆરીના મહિનામાં પણ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હતું. અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ ઉપર ફરી એક વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાતા ફરીથી ચર્ચામાં છે. ભંગારની આડમાં કન્ટેઇનરમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. હની કોમ્બ CFSમાં સર્ચ કરવામાં આવ્યું હતું. કસ્ટમ સહિતની કેન્દ્રની ઊંચએજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ કેટલો ડ્રગ્સ છે અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તેની તપાસ ધમધમાટ કરવામાં આવ્યો છે.

  • અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ ઉપર ફરી એક વાર મોટા પ્રમાણ માં ઝડપાયો ડ્રગ્સ…
  • કચ્છના મુન્દ્રા પોર્ટ પર ફરી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ
  • ભંગારની આડમાં કન્ટેઇનરમાં ડ્રગ્સ ઘુસાડવાની હતી પેરવી….
  • હની કોમ્બ CFSમાં કરાઈ રહ્યું છે સર્ચ
  • કસ્ટમ સહિતની કેન્દ્રની ઊંચએજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો…
  • કેટલો ડ્રગ્સ છે અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તેની તપાસ ધમધમાટ

આ પહેલા પણ ગત વર્ષે સતત પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાત જાણે પંજાબના રસ્તે જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. અદાણી બંદર, દ્વારકા-મોરબીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે હવે આ કડીમાં જામનગરનું નામ પણ જોડાયું છે. જામનગરમાંથી 10 કરોડ રૂપિયાનું 2 કિવોથી વધુ હેરોઇનનો જથ્થો ઝડપાયો છે.

drugs

નવેમ્બર 2021માં પણ કરોડોનું ડ્રગ્સ ઝડપાયું

ડ્રગ્સના વેચાણમાં લાગે છે કે હવે ગુજરાત પણ અગ્રેસર થઇ રહ્યું છે. ગુજરાત પણ જાણે કે હવે ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના દરિયા માર્ગેથી ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. મુન્દ્રામાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દેવભૂમિ દ્રારકામાંથી ડ્રગ્સનો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. દરિયાઈ માર્ગેથી આવતો 66 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે. આંતરરાષ્ટ્રીય કિંમત પ્રમાણે અંદાજે આ ડ્રગ્સ 350 કરોડોની કિંમતનું છે.

Related posts

સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ

Zainul Ansari

ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ

Zainul Ansari

ગુજરાત ભાજપને પણ આપનો ફફડાટ, સામાન્ય જાહેરાતોમાં ભાજપ સીએમને ધરી રહ્યું છે આગળ

Zainul Ansari
GSTV