ભારત એક એવો દેશ છે જ્યાં તમે ઈચ્છો ત્યાં જઈ શકો છો. પરંતુ શું તમે જાણો છો કે આ દેશમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં જવા માટે ભારતીયોને પણ પરવાનગી લેવી પડે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી કોઈપણ સમયે આ સ્થળોએ જઈ શકતું નથી. આ સ્થાળો પર ફરવા માટે પરવાનગી લેવી જરૂરી છે, તેના સિવાય કોઈ પણ જઇ શકતું નથી. આજે આપણે એવી જ અમુક જગ્યાઓ વિષે જાણવાનું છે જ્યાં ફરવા માટે પરવાનગીની જરૂર પડે છે.

લક્ષદ્વીપ ફરવા જવા માટે દરેક પ્રવાસીએ પરવાનગી લેવી પડે છે. આ માટે તમારે પહેલા તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું પડશે. અહીં તમારે તમારા તમામ ઓળખ IDs તમારી સાથે રાખવા પડશે. એકવાર પરમિટ મેળવ્યા પછી, તે રાજ્યના સ્ટેશન હાઉસ ઓફિસરને સબમિટ કરવાની રહેશે. જો તમે ઈચ્છો તો આ માટે ઓનલાઈન પરમિશન પણ લઈ શકો છો.

મિઝોરમ રાજ્ય મ્યાનમાર અને બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલ છે. અનેક જાતિઓ અહીં વસે છે જે હવે લુપ્ત થવાના આરે છે. આ રાજ્ય ખૂબ જ સુંદર છે. પરંતુ અહીં જવા માટે તમારે ઇનર લાઇન પરમિટની જરૂર પડશે. તમે તેને મિઝોરમ સરકારના લાયઝન ઓફિસર પાસેથી પણ મેળવી શકો છો. પરંતુ જે લોકો અહીં ફ્લાઈટ દ્વારા જઈ રહ્યા છે તેમને લેંગપુઈ એરપોર્ટથી જ પરવાનગી મળશે. અહીં જવા માટે બે પ્રકારની પરમિટ ઉપલબ્ધ છે. એક જે 15 દિવસ માટે માન્ય છે અને એક જે 6 મહિના માટે માન્ય છે.

સિક્કિમના રાજ્યના કેટલાક ભાગો સુરક્ષિત છે. અહીં જવા માટે પરવાનગી જરૂરી છે. નાથુલા પાસ, સોમગો-બાબા મંદિર, ઝોંગરી ટ્રેક, સિંગાલીલા ટ્રેક, યુમેસામડોંગ, ગુરુડોંગમાર લેક ટ્રીપ, યુમથાંગ અને ઝીરો પોઈન્ટ ટ્રીપ અને થંગુ-ચોપતા વેલી ટ્રીપ માટે મુલાકાતીઓને પરવાનગીની જરૂર છે. આ પરવાનગીઓ પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા આપવામાં આવે છે. જો તમે ઇચ્છો તો તમે તેને બાગડોગરા એરપોર્ટ અને રંગપો ચેક પોસ્ટ પરથી મેળવી શકો છો.

નાગાલેન્ડ મ્યાનમાર સાથે તેની સરહદ વહેંચે છે. અહીં લગભગ 16 આદિવાસી જેટલી જાતિઓ રહે છે. તેમની પોતાની અલગ ભાષા, પોશાક અને પરંપરા છે. જે લોકોને નાગાલેન્ડ જવું હોય તેમને ઇનર લાઇન પરમિટની જરૂર હોય છે. તમને તે કોહિમા, દીમાપુર, નવી દિલ્હી, મોકોકચુંગ, શિલોંગ અને કોલકાતાથી મળશે. જો તમે ઈચ્છો તો તેના માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો.

અરુણાચલ પ્રદેશ રાજ્યની સરહદ મ્યાનમાર, ભૂતાન અને ચીનને અડીને છે. જેના કારણે આ રાજ્યની ગણતરી સંવેદનશીલ ઝોનમાં થાય છે. અહીં આવવા માટે, દરેક બિન-સ્થાનિક માટે ઇનર લાઇન પરમિટ લેવી જરૂરી છે. જો તમે આ રાજ્યની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારે રેસિડેન્ટ કમિશનર અને સરકારની પરવાનગી લેવી પડશે. પરવાનગી માટે તમારે નવી દિલ્હી, કોલકાતા, ગુવાહાટી અને શિલોંગની ઓફિસમાં જવું પડશે. ઇનર લાઇન પરમિટની ફી રૂ 100 છે અને તે 30 દિવસ માટે માન્ય છે.
READ ALSO
- વાહ રે વહીવટી તંત્ર! અમદાવાદના બિસ્માર રસ્તા-ભૂવાની ચિંતા છોડી 192 કોર્પોરટરો સ્ટડીટૂરના નામે કાશ્મીર સહિતના લોકેશન પર જઈ માણશે આનંદ
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’