GSTV
Gujarat Government Advertisement

દેશમાં રહેવા માટે આ શહેર છે સૌથી શ્રેષ્ઠઃ હોસ્પિટાલિટીથી લઈને તમામ સુવિધાઓથી છે સજ્જ, અમદાવાદનો છે આ નંબર

Last Updated on May 12, 2021 by Harshad Patel

કોરોના મહામારી દરમિયાન દેશભરની હોસ્પિટલો પથારી, ઓક્સિજન અને વેન્ટિલેટર માટે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે તમને એ જાણવાનું મન થાય કે દેશમાં દર્દીઓ માટે શ્રેષ્ઠ શહેર કયું છે? હાઉસિંગ ડોટ કોમના આરોગ્ય સંભાળના સર્વે અનુસાર મહારાષ્ટ્રની આઇટી રાજધાની પુણે આ મામલે શ્રેષ્ઠ શહેર છે. જો આખા દેશમાં 1000 લોકો દીઠ ઉપલબ્ધ હોસ્પિટલ બેડની વ્યવસ્થા જોવામાં આવે તો પુણેમાં 3.5 પથારી છે. સરકારી હોસ્પિટલોમાં 1000ની વસ્તી દીઠ અડધા અને ખાનગી હોસ્પિટલોમાં 1.4 બેડ ઉપલબ્ધ છે. સ્ટેટ ઓફ હેલ્થકેર ઇન ઇન્ડિયાના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. આ અહેવાલ હાઉસિંગ ડોટ કોમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે પુણે ભારતનું સૌથી વિકસિત શહેર

રિપોર્ટ મુજબ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે પુણે ભારતનું સૌથી વિકસિત શહેર છે. આ પછી અમદાવાદનો નંબર આવે છે. બીજો નંબર ધરાવતા અમદાવાદમાં પ્રત્યેક 1000 લોકો માટે 3.2 હોસ્પિટલ બેડની ઉપલબ્ધતા છે. દેશના મોટા શહેરોની આ રેન્કિંગ બનાવવા માટે, હોસ્પિટલના પલંગની ઉપલબ્ધતા, હવા-પાણીની ગુણવત્તા, સ્વચ્છતા અને કચરાનું મેનેજમેન્ટ, રહેવાની સુવિધા અને મહાનગરપાલિકાની કામગીરીને માપવામાં આવી છે. આ માટે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, કોલકાતા, મુંબઇ અને પૂના જેવા શહેરોની પસંદગી કરવામાં આવી હતી.

દેશમાં હોસ્પિટલના 69 ટકા બેડ શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત

આ રિપોર્ટમાં એક ખાસ વાત પણ સામે આવી છે કે દેશમાં હોસ્પિટલના 69 ટકા બેડ શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત છે. કોરોનાની બીજી વેવે દેશના સ્વાસ્થ્ય માળખા પર ખૂબ દબાણ વધારી દીધું અને લોકોને ઘણાં શહેરોમાં હોસ્પિટલોમાં બેડની સુવિધા મળી નથી. ભારતના આઈટી શહેર એવા બેંગલુરુની વાત કરીએ તો તે આ રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર છે. આ પછી, દેશની આર્થિક રાજધાની મુંબઇ ચોથા ક્રમે, હૈદરાબાદ પાંચમા, ચેન્નઈ છઠ્ઠા, કોલકાતા સાતમા અને દિલ્હી-એનસીઆર આઠમા ક્રમે છે. દિલ્હી-એનસીઆર આ રેન્કિંગના તળિયે જવાનું મુખ્ય કારણ હવા અને પાણીની ગુણવત્તા, નબળી સ્વચ્છતા અને મહાનગરપાલિકાની નબળી કામગીરી છે.

ગાઝિયાબાદ અને ગ્રેટર નોઇડા જેવા વિસ્તારોમાં હોસ્પિટલની ગીચતા ઓછી

રિપોર્ટ મુજબ ગુરુગ્રામ, નોઈડા અને ફરીદાબાદ કરતા ગાઝિયાબાદ અને ગ્રેટર નોઇડા જેવા વિસ્તારોમાં હોસ્પિટલની ગીચતા ઓછી છે. આ ક્ષેત્રમાં સેવા ક્ષેત્ર, વેરહાઉસિંગ અને મેન્યુફેક્ચરીંગ પ્રવૃત્તિ વ્યાપક છે. આ રિપોર્ટ તૈયાર કરવામાં માત્ર 100થી વધુ બેડવાળી હોસ્પિટલોને જ શામેલ કરવામાંઆવી છે. મુંબઇમાં, હોસ્પિટલના બેડની સંખ્યા, હવાની ગુણવત્તા અને રહેવાની સરળતા જેવા મુદ્દાઓને કારણે તેનું એકંદરે સ્કોર ઘટી ગયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!