GSTV

બોલિવૂડની ટોપ 10 સેલિબ્રિટીઝ કે જેમણે હોલિવૂડમાં પણ પોતાના જલવા દેખાડ્યા

Last Updated on November 2, 2020 by Mansi Patel

બૉલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ લોકપ્રિય રહ્યા છે આ 10 ભારતીય કલાકારો, જેમણે હોલીવુડમાં પણ પોતાના અભિનયનાં ઓજસ પાથર્યા છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન આજે દુનિયાભરમાં સૌથી લોકપ્રિય નામ છે. ઐશ્વર્યા રાયે ઘણી હોલિવૂડ ફિલ્મમાં અભિનય કર્યો છે. તેમાં ‘બ્રાઇડ એન્ડ પ્રેજુડિસ’, ‘ધ મિસ્ટ્રેસ ઓફ સ્પાઈસેસ’, ‘ધ પિંક પેન્થર 2’ અને ‘ધ લાસ્ટ લીજન’ સામેલ છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા બોલિવૂડની સૌથી સફળ કલાકારોમાંની એક છે, જેણે હવે હોલિવૂડમાં પોતાનું કરિયર બનાવ્યું છે. તેણે ટીવી શો ‘ક્વોન્ટિકો’માં મુખ્ય ભૂમિકાથી હોલોવૂડમાં પ્રવેશ કર્યો હતો. ક્વોન્ટિકોના શૂટિંગ દરમિયાન તેણે બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’માં પણ  મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના માટે તેણે આઈફા અને ફિલ્મફેર એવોર્ડ્સ પણ જીત્યા હતા. તે 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બેવોચ’માં પણ જોવા મળી હતી.

દીપિકા પાદુકોણ

દીપિકા હોલિવૂડમાં પોતાનું પદાર્પણ કરી રહી છે. દીપિકા બોલિવૂડમાં સૌથી લોકપ્રિય ભારતીય અભિનેત્રીઓમાંની એક છે હાલમાં તેની કારકિર્દી પણ ટોચ પર છે. દીપિકા હાલમાં લોકપ્રિયતા, બોક્સ ઓફિસ અને સેલેરીમાં પણ મોખરે છે. તેણીએ ‘XXX : ધ રીટર્ન ઓફ ઝેંડર કેજ’ એક્શન ફ્લિકમાં વિન ડીઝલની સાથે અભિનય કર્યો હતો.

અમિતાભ

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને હોલિવૂડની ફિલ્મ ‘ધ ગ્રેટ ગેટ્સબી’માં કામ કર્યું હતું. તે બોલિવૂડની ફિલ્મોને કારણે પરિચિત નામ હતું. જોકે, આ ફિલ્મે તેને હોલિવૂડમાં પણ ઓળખ આપી હતી. આ ફિલ્મમાં કામ કરતી વખતે, તેમણે તેને મૈત્રીપૂર્ણ પ્રયાસ જણાવ્યો હતો. બિગ બીએ એમ પણ કહ્યું હતું કે સારી ભૂમિકા મળે તો તે ખરાબને ધ્યાનમાં લેશે નહીં.

અનિલ કપૂર

અનિલ કપૂર ભારતમાં એક ઘરેલું નામ છે હવે તે હોલિવૂડમાં પણ લોકપ્રિય થઈ રહ્યો છે. તેમણે લોકપ્રિય ટીવી શો ‘24’ અને ડેની બોયલના સ્લમડોગ મિલિયોનેરમાં કામ કર્યું હતું. આ તમામ સેલીબ્રીટીઓ સિવાય અનુપમ ખેર, ઓમ પૂરી, ગુલશન ગ્રોવર, ઈરફાન ખાન, નસીરુદ્દીન શાહ જેવા બોલિવૂડ કલાકારોએ હોલિવૂડમાં પણ કામ કર્યું છે.

READ ALSO

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!