ભારતીયોની કોઠાસુઝ રાતા પાણીએ રોવડાવશે, એક નાનકડા નિર્ણયે પાકિસ્તાનને સીધું 600 કરોડમાં ઉતારી દીધું

પુલવામામાં સેના પર થયેલ આતંકી હુમલાના કારણે દેશભરમાં રોષ જોવા મળ્યો હતો. આ સાથે ભારતના વેપારીઓએ પણ પાકિસ્તાન સાથે વેપાર કરવાની મનાઇ કરી દીધી છે, જેમાં હવે સીમેન્ટના વેપારીઓનું નામ પણ જોડાઇ ગયું છે. ભારતીય વેપારીઓએ પાકિસ્તાનથી સીમેન્ટની આયાત કરવાનો ઇનકાર કરી દીધો છે.

તેમણે પાકિસ્તાનથી આવેલા સીમેન્ટના 600-800 કન્ટેનરોને પાછા મોકલી દીધા છે. પાકિસ્તાનનું છાપુ ધ ડોન અનુસાર હાલ આ કન્ટેનરો કરાંચી પોર્ટ, કોલંબો અને દુબઇ પોર્ટ પર પડ્યા છે. પાકિસ્તાન દરવર્ષે ભારતને 500-600 કરોડ રૂપિયાનો સીમેન્ટ વેચે છે. વેપારીઓના આ પગલાથી પાકિસ્તાનને 500-600 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

તાજેતરમાં ભારતે પાકિસ્તાનથી આયાત થનારી વસ્તુઓ ઉપર 200% ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી છે. આયાત ડ્યુટી વગર પાકિસ્તાનથી આયાત થતા સીમેન્ટની કીંમત 3415 રૂપિયા હતી. ચાલુ નાણાકીય વર્ષમાં જુલાઇથી જાન્યુઆરી સુધીમાં પાકિસ્તાને 6.54 લાખ ટન સીમેન્ટ ભારતમાં નિકાસ કર્યો છે. જોકે 2017-18ના વર્ષમાં 12.12 લાખ ટન સીમેન્ટની નિકાસ કરી હતી. ઓલ પાકિસ્તાન સીમેન્ટ મેન્યુફેક્ચર્સ એશઓસિયેન મુજબ પાકિસ્તાને 2007-08થી ભારતમાં સીમેન્ટની નિકાસ કરવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાને 2016-17માં સૌથી વધારે 12.53લાખ ટન સીમેન્ટની નિકાસ કરી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter