GSTV
Gujarat Government Advertisement

રજનીશ ગુરબાની બોલિંગથી બેટ્સમેન જ નહીં પણ વિકેટકિપર પણ ચોંકી ગયો

Last Updated on July 13, 2018 by

હાલ ભારતની A ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડીઝના પ્રવાસ પર છે. આ ટીમમાં મોટા ભાગે યુવાન ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવે છે. આજે ભારતમાં ક્રિકેટ ટેલેન્ટની કોઈ જ કમી નથી ત્યારે અહીં રમવામાં આવેલી એક મેચ દરમિયાન ખેલાડીએ જે પ્રદર્શન કર્યું તે જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા. આ ખેલાડીની પ્રતિભા જોઈને તમને પણ આશ્ચર્ય તો ચોક્કસ થશે. કારણ કે એક ફાસ્ટ બોલરે એવી બોલિંગ કરી છે કે ભલભલા સ્પિનર્સ પણ મોઢામાં આંગળા નાખી દે.

ભારતીય A ટીમના યુવાન બોલર રજનીશ ગુરબાનીની કમાલની બોલિંગના કારણે તે ખાસ ચર્ચામાં આવી ગયો છે, આ ખેલાડીએ નાખેલા બોલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

હાલ ભારતીય A ટીમ વેસ્ટઈન્ડીઝના પ્રવાસ પર છે ત્યારે અનૌપચારિક ટેસ્ટ મેચ દરમિયાન રજનીશની બોલિંગનો કમાલ જોવા મળ્યો હતો. મેચ દમિયાન 34મી ઓવરના 5મા બોલ પર રજનીશે ફેંકેલો બોલ જોઈ વિરુદ્ધ ટીમનો કેપ્ટન શામરાહ બ્રુક્સ ચોંકી ગયો હતો.

બ્રુક્સને આશા હતી બોલ પીચ પડીને અંદરની તરફ આવશે પણ બોલ બહાર ગયો હતો. સ્વિંગ થઈને બોલ વિકેટકિપરની પાસે રહેલી સ્લિપ પાસે ઉભેલા વરુણ નાયર પાસે પહોંચી ગયો હતો. બેટને અડક્યા વગર બોલ આટલો બહાર ગયો તે જોઈને દર્શકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!