GSTV
Home » News » ઓટો ઈન્ડસ્ટ્રી 8 વર્ષની નીચી સપાટીએ, ઈન્ડસ્ટ્રીમાં બેરોજગારીનો ખતરો

ઓટો ઈન્ડસ્ટ્રી 8 વર્ષની નીચી સપાટીએ, ઈન્ડસ્ટ્રીમાં બેરોજગારીનો ખતરો

દેશમાં ઓટો ઈન્ડસ્ટ્રીઝમાં 8 વર્ષમાં સૌથી મોટી મંદીના એંધાણ વર્તાઈ રહ્યા છે. મંદીના કારણે  વાહનના વેચાણ સહિત વાહનોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.  દેશમાં સૌથી વધુ વાહનોનું ઉત્પાદન કરતી કંપની મારૂતી સુઝીકીના ઉત્પાદનમાં છેલ્લાં 3 મહિનામાં 39%નો ઘટાડો નોંધાયો છે.  સતત મંદીના કારણે  ઓટો ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા અનેક લોકો બેરોજગાર થવાની આરે છે. અપ્રિલ માસમાં પેસેન્જર વ્હિકલમાં પણ 17%નો ઘટાડો નોંધાયો છે. જે ઓક્ટોબર માસ બાદ સૌથી નીચેના તળીયે છે. ઓક્ટોબર 2011માં પેસેન્જર વ્હિકલના વેચાણમાં 19.87%નો ઘટાડો નોંધાયો હતો.

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર દ્વારા જાહેર કરવામાં આંકડા મુજબ પેસેન્જર વાહનોના વેંચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એપ્રિલ માસ સધીમાં 2,47,000 પેસેન્જર વાહનોનું વેચાણ કરવામાં આવ્યુ. જ્યારે એપ્રિલ, 2018માં 2,98,504 પેસેન્જર વાહનનું વેચાણ કરવામાં આવ્યુ છે.  પેસેન્જર વાહન બાદ ટુ વ્હીવર વાહનોના વેચાણમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યા છે. દેશની સૌથી મોટી ઓટો મોબાઈલ કંપની મારૂતિ સુઝુકીના પેસેન્જર વાહનના વેંચાણમાં 19.16%, હ્યુન્ડાઈની વેંચાણમાં 10.12%, મહિન્દ્રાના વેચાણમાં  8.52%નો ઘટાડો નોંધવામાં આવ્યો. જ્યારે ટુ વ્હીલર સેક્ટરની હીરો મોટો કોર્પના વેચાણમાં 12.10%, હોન્ડામાં 25.77%નો ઘટાડો નોંધાયો છે.  મળતી માહિતી પ્રમાણે ઓટો સેક્ટરમાં આવેલી મંદી પાછળ નાણાકીય સંકટ અને વીમાની વધતી રકમ જવાબદાર છે.

READ ALSO

Related posts

હિન્દુસ્તાની રંગમાં રંગાયુ હ્યુસ્ટન, હાઉડી મોદીમાં દેખાઈ મિની ઈન્ડિયાની ઝલક

pratik shah

PM મોદી સાહેબ બોલાવશે તો હું ચોક્કસ ભારત આવીશ: US પ્રમુખ પીએમ મોદી પર ઓળઘોળ

Riyaz Parmar

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!