GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ઓટો ઉદ્યોગ બાદ ટેકસટાઇલ ઉદ્યોગ પર મંદીનું સંકટ,વૈશ્વિક બજારમાં ભારતીય કોટન યાર્નને ફટકો

વિશ્વના અન્ય દેશોની સાથે સાથે ભારતમાં પણ મંદીનો વાયરો ફૂંકાઇ રહ્યો છે.ઓટો સેક્ટર અત્યારે સૌથી વધુ મુશ્કેલી સહન કરી રહ્યો છે. ત્યારે ઓટો સેક્ટર બાદ ટેક્સટાઇલ ઉદ્યોગ પણ મંદીની ઝપટમાં આવી ગયો છે.યાર્નમાં આવેલી મંદીના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ સામે સંકટ ઉભું થયું છે.

ઓટો ઉદ્યોગ બાદ ટેકસટાઇલ ઉદ્યોગ પર મંદીનું સંકટ વધું ઘેરાયું છે. જ્યારે વૈશ્વિક બજારમાં ભારતીય કોટન યાર્નને ફટકો પડ્યો છે.એક તૃતિયાંશ એકમ થયા ઠપ અને જૂનમાં કોટન યાર્નની નિકાસમાં ૫૦ ટકાનું ગાબડું.

ઓટો સેક્ટર બાદ દેશના 10 કરોડ લોકોને રોજગારી આપનારો ટેક્સટાઇલ ઉદ્યોગ પણ મંદીની ગર્તામાં ધકેલાયો છે.. દેશની આશરે એક તૃતિયાંશ જીનિંગ મીલો બંધ થઇ ચુકી છે. જે મિલો ચાલી રહી છે તે ભારે ખોટનો સામનો કરી રહી છે. જો આ સંકટ દૂર નહીં થાય તો હજારો લોકોની નોકરીઓ જઇ શકે છે. નોર્ધન ઇન્ડિયા ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશન મુજબ રાજ્ય અને કેન્દ્રીય જીએસટી અને અન્ય કરોના કારણે ભારતીય યાર્ન વૈશ્વિક બજારમાં પ્રતિસ્પર્ધાને લાયક રહ્યું નથી.

એપ્રિલથી જૂનના ત્રિમાસીક ગાળામાં કોટન યાર્ન નિકાસમાં ગત વર્ષની સરખામણીએ 34.6 ટકાનો ઘટાડો નોંધાયો છે.જૂનમાં તો આ ઘટાડો 50 ટકાએ પહોંચી ગયો. અત્યારે જિનિંગ મિલો એ સ્થિતિમાં નથી કે ભારતીય કપાસ ખરીદી શકે. જો આ જ પરિસ્થિતિ આગળ પણ ચાલુ રહી તો આગામી સિઝનમાં માર્કેટમાં આશરે 80 હજાર કરોડ રૂપિયાની 4 કરોડ ગાસડી કપાસનું કોઇ ખરીદદાર નહીં મળે. ટેકસટાઇલ ઉદ્યોગ જુદી જુદી સમસ્યાઓ પીડાઇ રહ્યો છે.

હાલના સમયે ઇન્ડસ્ટ્રીમાં 2010-11માં જોવા મળેલા આર્થિક સંકટ જેવું જોખમ ઉભું થયું છે. ખાસ કરીને આ ઉદ્યોગ ઉંચા વ્યાજ દર કાચા માલની ઉંચી પડતર અને યાર્નની સસ્તી આયાત જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. ભારતીય મીલોને કાચા માલની ઉંચી પડતરના કારણે પ્રતિ કિલો 20થી 25 રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે.

આ ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી સસ્તા કપડાની આયાતથી ટેક્સટાઇલ ઉદ્યોગને બેવડો માર પડી રહ્યો છે. ભારતીય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે આશરે 10 કરોડ લોકોને રોજગારી મળે છે. ટેક્સટાઇલ ક્ષેત્ર એગ્રીકલ્ચર બાદ સૌથી વધુ રોજગારી આપનારૂ ક્ષેત્ર છે. જેથી નોર્ધન ઇન્ડિયા ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશને સરકાર પાસે માંગણી કરી છે કે તાત્કાલીક કોઇ પગલા ભરે કે જેથી લોકોની નોકરીઓ બચાવી શકાય.

READ ALSO

Related posts

ભારત અને ચીન વિવાદ : બન્ને સેનાની વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા, રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકાએ સહાય આપવાનું બંધ કરતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સૂર બદલાયા

Nilesh Jethva

યુરોપ, અમેરીકા સામે ભારત અને પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાના 10 દેશોમાં કોરોનાના ઓછા કેસોનું રહસ્ય આવી ગયું બહાર

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!