19 વખત એક્સ્ટેન્શન, 10 વર્ષ સુધી પગાર માત્ર 1 રૂપિયો, આ છે સર્જિકલ સ્ટ્રાઈકના હીરોના પિતા

દેશ પ્રત્યે સેવા અને કામ પ્રત્યેનું જનુન. સરકાર તરફથી 19 વખત એક્સટેંશન અને દસ વર્ષ સુધી માત્ર એક રૂપિયો પગાર. આ વાત છે લેફ્ટનન્ટ રિટાયર્ડ કર્નલ મનમોહન સિંહની. જેમના પુત્ર રણબીર સિંહ પણ સર્જિકલ સ્ટ્રાઇકના હિરો રહી ચૂક્યા છે.

આજે પણ 86 વર્ષના મનમોહન સિંહ યુવાઓને શરમાવે તેવી જ ઉત્સાહપણુ ભોગવે છે. સેનાથી રિટાયર થયા બાદ 1987માં જલંધર જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

નિયમ પ્રમાણે તો કોઇ અધિકારી એક વર્ષ માટે આ જગ્યા પર રહી શકે છે, જે બાદ તેની બદલી કરી દેવામાં આવે છે. પરંતુ મનમોહનની કાર્ય કરવાની પદ્ધતિ અને તેના ઉત્સાહને જોતા, પંજાબ સરકારે તેમને 19 વખત એ જ જગ્યા પર પુન: નિયુક્તિ આપી. એટલું જ નહીં આ સેવાના બદલામાં છેલ્લા દસ વર્ષ તો તેમણે માત્ર 1 રૂપિયા જ પગાર લીધો હતો.

2013 સુધી તેઓ આ પદ પર રહ્યા. આ 26 વર્ષ તેમણે પ્રી રિક્રૂટમેન્ટ કૈડર ચલાવ્યું. જેમાં એડમિશન લેવા માટે પંજાબ અને પાડોશી રાજ્યો સહિત યુવાનોની લાઇનો લાગતી હતી. આ તેમના ઉત્સાહનું જ પરિણામ છે કે રિટાયર થયા બાદ પણ તેમણે લગાતાર સેના માટે કામ કરીને પંચાવન હજારથી વધારે યુવક યુવતીઓને સેનામાં ભરતી થવા માટેનું પ્રશિક્ષણ આપ્યું.

આ સિવાય તેમણે પંજાબના યુવાનોને આર્મી, એરફોર્સ, નેવી, બીએસએફ અને પંજાબ પોલીસમાં કોન્સટેબલથી લઇને અધિકારીની ભરતી માટે યુવાનોને તૈયાર કર્યા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter