GSTV

ભારતીય સૈન્યની ચીની દળોને અંકુશમાં રાખવા પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં લગભગ 50,000 દળોને ગોઠવ્યા

ચીની

Last Updated on July 25, 2021 by Damini Patel

ભારતીય સૈન્યે પૂર્વ લદ્દાખ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે સૈનિકોને ગોઠવીને ચીની દળો સામે પોતાની સજ્જતા દાખવવા માટે થોડાક મહિનાઓ પહેલાં દેશના ઉત્તરી કમાન્ડ એરિયામાં ત્રાસવાદના મુકાબલા માટે તૈનાત કરાયેલા સૈનિકોને ત્યાંથી ખસેડી લીધા છે. ઉત્તરી કમાન્ડ એરિયામાં વ્યસ્ત ત્રાસવાદ વિરોધી ડિવિઝનને ઘણા મહિનાઓ અગાઉ ત્યાંથી હટાવીને એને લદ્દાખ સેક્ટરમાં ગોઠવવામાં આવ્યું છે.

ડિવિઝન-સાઇઝ ફોર્મેશનમાં લગભગ 15000 સૈનિકો સામેલ હોય છે. આ ફોર્મેશનની મુવમેન્ટથી, ઉત્તરી સરહદોએ કાર્યવાહી માટે અનામત દળોની સંખ્યાને જાળવવામાં લશ્કરને મદદ મળી છે. ભારતે પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં લગભગ 50,000 દળોને ગોઠવ્યા છે. આ સંખ્યા સામાન્યતઃ રહેલા દળોના બમણા કરતાં વધારે છે.

ગત્ વર્ષે એપ્રિલ-મેના સમયગાળામાં ચીનાઓએ પૂર્વ લદ્દાખ સામેના ક્ષેત્રોમાંથી ઝડપભેર ખસી જઇને અનેક સ્થળોએ સીમાભંગ કર્યો હતો. ભારત સરકારે એમને અંકુશમાં રાખવા માટે એટલી જ સંખ્યામાં પોતાના દળોને ત્યાં ગોઠવી દીધા હતા.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!