GSTV
Gujarat Government Advertisement

ચીન સરહદે રહેશે હવે ‘ભારત ડ્રોન’ની નજર, DRDO એ વિકસાવ્યા અત્યાધુનિક સ્વદેશી ડ્રોન

Last Updated on July 22, 2020 by pratik shah

ચીન સાથેની લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ પર નજર રાખવા માટે ઈન્ડિયન આર્મીએ સ્વદેમાં નિર્મિત ભારત ડ્રોન ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ ડ્રોન ડિફેન્સ રિસર્ચ  એન્ડ ડેવલમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO ) દ્વારા વિકસાવવામાં આવ્યા છે.

DRDO એ વિકસાવ્યા સ્વદેશી ડ્રોન

DRDO એ ભારતમાં જ નિર્માણ કર્યું હોવાથી તેને ભારત નામ આપવામાં આવ્યું છે. તેની વિશેષતા ઓછું વજન  અને ઝડપ છે. સર્વેલન્સ માટેના ડ્રોન સરહદ પર ઊંચે જઈ શકે, ઝડપથી મૂવ થઈ  શકે અને સ્પીડ પકડી શકે એવા હોવા જોઈએ.

DRDO

હાલ LAC પર ઇઝરાયલના ડ્રોન કરી રહ્યા છે સર્વેલન્સ

ટેકનોલોજીની બોલબાલાના યુગમાં માત્ર હ્યુમન સર્વેલન્સ દ્વારા નિગરાની રાખી શકાતી નથી. હાલ ભારતીય સૈન્ય એલએસી પર ઈઝરાયેલના શક્તિશાળી ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. બીજી તરફ ભારતીય નૌકાદળના ફાઈટર વિમાનો પણ ચીન સરહદે તૈનાત કરવાની તૈયારી ચાલે છે.

ભારતીય નૌકાદળ મિગ-29થી સજ્જ

ભારતીય નૌકાદળ પાસે 40 જેટલા મિગ-29-કે ફાઈટર જેટ છે. આ પૈકીના 18 તો (એક સ્કવોડ્રન) કાયમી ધોરણે ભારતના વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય પર હોય છે. બાકીના વિમાનોમાંથી કેટલાક ઉત્તર સરહદે આવેલા ફોરવર્ડ બેઝ પર તૈનાત થશે. વાયુસેનાના મથકો પર જ આ વિમાનો ગોઠવાશે અને જરૂર પડયે તેનો ઉપયોગ કરાશે.

ALSO READ: કોરોના ડ્યુટી ઉપર મરનારા સૌનિકોને અપાશે શહીદનો દરજ્જો, સરકારી ફંડમાંથી મળશે 15 લાખ રૂપિયા

દુશ્મનના રડારમાં ના આવે તેવા ભારત ડ્રોન

ભારત ડ્રોન જગતના સૌથી હળવાં અને ઝડપી સર્વેલન્સ ડ્રોન ગણાય છે. સરહદે ઊડતાં ડ્રોન પણ સામસામે તોડી પડાતા હોય છે. પરંતુ જો  ડ્રોન ઝડપી હોય તો દુશ્મનના પ્રહારથી તેની બચવાની શક્યતા વધી જાય છે. જોકે આ ડ્રોન દુશ્મનના રેડારમાં ન આવે એવી તેની બનાવટ કરાઈ છે.

DRDO એ વિકસાવ્યા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ ડ્રોન

DRDO ના કહેવા પ્રમાણે તેમાં રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીને કારણે એ દુશ્મન  અને દોસ્તને ઓળખી શકે છે. એટલે કે ડ્રોનના કેમેરામાં કોઈ મૂવમેન્ટ પકડાય તો એ ઈન્ડિયન આર્મીની છે કે દુશ્મન દેશની છે એ આ ડ્રોન ઓળખી શકે છે અને એ પ્રમાણે કન્ટ્રોલરૂમને ત્વરિત માહિતી પહોંચાડી શકે છે. લદ્દાખ અને પાકિસ્તાન સાથીને એલઓસી પર તાપમાન શિયાળામાં અત્યંત નીચું જતું રહે છે. એ અતિ ઠંડા વાતાવરણમાં કામ કરી શકે એ પ્રકારે આ ડ્રોનની રચના કરાઈ છે.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ભાજપ કે મોદી, શાહ નહીં રાજસ્થાનમાં ચાલ્યું ‘વસુંધરા લાઓ’ અભિયાન : પડ્યા ભાગલા, પુનિયાએ કહ્યું પાર્ટીથી મોટો કોઈ નેતા નહીં

Dhruv Brahmbhatt

ઇન્ડિયા He છે કે She/ રાહુલ ગાંધીના એક ટ્વીટ પર શરૂ થઇ ગઈ ચર્ચા! કોનો તર્ક કેટલો સાચો?

Pritesh Mehta

લાપરવાહી/ બિહારમાં એક જ મહિલાને પાંચ મિનિટના સમયમાં કોવિશિલ્ડ અને કોવાક્સીન બંને ડોઝ આપ્યા, મહિલાને મોનિટરિંગ હેઠળ રાખી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!