GSTV
India News ટોપ સ્ટોરી

તણાવ/ ચીન સાથે સરહદી વિવાદ વચ્ચે ભારતીય સેનાની સૌથી ટોપલેવલની બેઠક, આ અધિકારીઓ રહ્યા હાજર

ચીન સાથેના સરહદી વિવાદના કારણે રહેલા તણાવ વચ્ચે ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ મુકુન્દ નરવણેના નેતૃત્ત્વમાં કમાન્ડરોએ મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ 2 દિવસીય બેઠકનો હેતુ સરહદે ચીન અને પાકિસ્તાનથી જોખમની સ્થિતિની સમીક્ષા કરવાનું છે. જેથી સરહદે આ દેશો વિરુદ્ધ અભિયાન સંબંધિત સ્થિતિને સુધારવાની સાથે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય.

સેના પ્રમુખની સાથે સેનાના ઉપ પ્રમુખ, કમાન્ડર, સેના મુખ્યાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર

કમાન્ડરોની આ કોન્ફરન્સમાં સેના પ્રમુખની સાથે સેનાના ઉપ પ્રમુખ, તમામ કમાન્ડર, સેના મુખ્યાલયના પીએસઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતા. સેનાના સર્વોચ્ચ અધિકારીઓ વચ્ચે ચીની સેનાના એલએસીમાં પૂર્વીય લદ્દાખના વિવાદિત સ્થળ ગોગરા, હોટ સ્પ્રિંગ્સ, ડેમચોક અને ડેપસાંગની સ્થિતિ અંગે ચર્ચા કરવામા આવી.

ચીને સૈન્ય દળ, દારૂગોળાની સાથે હથિયારોની સંખ્યામાં ઘણો વધારો કર્યો

ચીને સૈન્ય દળ, દારૂગોળાની સાથે હથિયારોની સંખ્યામાં ઘણો વધારો કર્યો છે. જે ચિંતાનો વિષય છે. એલએસી સાથે જોડાયેલા લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ તથા સિક્કીમ-અરુણાચલ પ્રદેશના વિસ્તારોમાં ચીનની દખલગીરી વધી છે. પૂર્વીય લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે થયેલા હિંસક ઘર્ષણ બાદ ચીન હજુપણ એલએસીથી પાછળ હટી રહ્યું નથી. જેથી ભવિષ્યમાં ભારતે આ મામલે ઘણી તૈયારીઓ કરવી પડે તેમ હોવાથી આ બેઠકમાં રણનીતિ ઘડવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રાહુલની મુલાકાતમાં એક મહિના પછી કેમ પહોંચ્યા સોનિયા ગાંધી? જાણો કેવી રીતે કામ કરશે ચૂંટણીનું ગણિત

Hemal Vegda

સફેદ પાવડરના કાળા કારોબારનો પર્દાફાશ / ઈરાનની બોટમાંથી 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ, NCB-નેવીનું સંયુક્ત ઓપરેશન

Hardik Hingu

મુલાયમને કિડની આપવા સપાના ત્રણ નેતાની ઓફર, સપા નેતાની હાલત નાજુક

Hemal Vegda
GSTV