GSTV
Gujarat Government Advertisement

ચીનને તેની ભાષામાં જવાબ આપવા LAC ઉપર ભારતીય લશ્કરે મોખરાની લીધી પોઝિશન, પેંગોગ ખાલી કરવા હાકલ

Last Updated on October 17, 2020 by Mansi Patel

છેલ્લા થોડા મહિનાથી ચીન સાથે ચાલી રહેલા સરહદી તનાવ દરમિયાન ચીન સતત ભારતને કહેતું રહ્યું કે ચુશુલ ખાલી કરો. જવાબમાં ભારતે મક્કમ સ્વરે કહી દીધું કે પહેલાં પેંગોંગ ખાલી કરો. સરહદ પરથી તમારા લશ્કરને ખસેડો. બીજી બધી વાત પછી. ભારત પોતાના વલણ પર મક્કમ રહ્યું છે કે પેંગોંગ સરોવરની ઉત્તરેથી ચીને પોતાના લશ્કરને હટાવી લેવું. એ સિવાય કોઇ વાત નહીં જોઇએ. અમે (ભારત) જેને લાઇન ઑફ કન્ટ્રોલ માને છે ત્યાં તમારા લશ્કરે ગેરકાયદે અને જોરતલબીથી ઘુસણખોરી કરી છે. પહેલાં તમારા લશ્કરને પાછળ હટવાનું કહો. એ પછી બીજી વાત કરીશું.

ચીનને એની ભાષામાં જવાબ આપવા તત્પર

ચીનને એની ભાષામાં જવાબ આપવા માટે ભારતીય લશ્કરે મહત્ત્વના સાત સ્થળે પોઝિશન લીધી હતી અને એ સ્થળેથી ચીનને જવાબ આપી રહ્યું હતું. ચીનના મનમાં એવું હતું કે અગાઉ (1962)માં અમે આપેલી પછડાટના કારણે અત્યારે ભારત ડરી જશે. પરંતુ એને ખ્યાલ નહોતો કે છેલ્લાં પચાસ સાઠ વર્ષમાં બ્રહ્મપુત્રા નદીમાં કેટલાં નીર વહી ગયાં હતાં. આજની સરકાર પંડિત જવાહરલાલ નહેરુની સરકાર નહોતી અને આજનું ભારત 1960ના દાયકાનું ભારત નથી રહ્યું.

કોરોના વાઈરસના કારણે આખી દુનિયા ચીનને નફરત કરતી થઈ

ભારતીય લશ્કરે પોતાના લશ્કરને ખદેડી નાખ્યું એટલે ચીન અકળાયું હતું. ખીંચ પકડ મુઝે જોર આતા હૈ ન્યાયે એણે ખોંખારા ખાવાનું ચાલુ રાખ્યું હતું અને ચીનના સરકારી મુખપત્ર જેવા દૈનિક ગ્લોબલ ટાઇમ્સે વારંવાર ભારતને ધમકી આપતાં લખાણો પ્રગટ કર્યા હતા. સદ્ભાગ્યે આ વખતે ભારત એકલું નહોતું. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યૂરોપના દેશોએ પણ ભારતની ભેર તાણી હતી. એટલે ચીન એકલું પડી ગયું હતું. કોરોના વાઇરસના મુદ્દે ચીનને આખી દુનિયા નફરત કરતી થઇ ગઇ હતી.

Gujarat Government Advertisement

Related posts

વટવા જીઆઇડીસી ખાતે શરૂ કરાયો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર’ પ્લાન્ટ, 100% વેસ્ટ વોટરના નિકાલની પરિકલ્પના સિદ્ધ થશે

Pritesh Mehta

ખુલાસો / બીજે વાટલિંગ બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન, જાણો ક્યારે લઇ શકે છે સંન્યાસ!

Dhruv Brahmbhatt

ખુશખબર/ ખેડૂતોની આવક બમણી કરવા માટે ઈઝરાયેલથી આવશે વૈજ્ઞાનિકો, ગુજરાતના ગામડાઓ પણ થયા પસંદ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!