GSTV
Home » News » ઓકટોબરથી પાક.સરહદે નવી યુદ્ધ રણનીતિ અપનાવશે ભારત, સૈન્ય તૈનાત કરશે ખાસ ટુકડી

ઓકટોબરથી પાક.સરહદે નવી યુદ્ધ રણનીતિ અપનાવશે ભારત, સૈન્ય તૈનાત કરશે ખાસ ટુકડી

પાકિસ્તાન તરફથી સતત વધી રહેલા યુદ્ધના ખતરાને ધ્યાને રાખીને ભારતીય સેનાએ એક ખાસ યોજના તૈયાર કરી છે. યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે દુશ્મનની વિરૂદ્ધ ખાસ રણનીતિ બનાવીને તેને હરાવી શકાય છે. ભારતીય સેના તેના માટે ઘાતક યુદ્ધ રણનીતિ ઓક્ટોબર સુધીમાં તૈયાર કરી લેશે.

પાક.સરહદે વોર ગૃપની રચના કરાશે

પાકિસ્તાનના છમકલા સામે હંમેશા તૈયાર રહેનારી ભારતીય સેનાએ હવે પાકિસ્તાનને ગણતરીની કલાકોમાં ધૂળ ચાટતું કરી દેવા માટે ખાસ રણનીતિ ઘડી છે. ભારતીય સેના પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર નવા IBG  એટલે કે ઈન્ટિગ્રેટેડ બેટલ્સ ગ્રુપ અથવા વોર ગ્રુપની સ્થાપના કરશે. જેનો હેતું યુદ્ધ દરમિયાન સેનાની ક્ષમતાને વધારે મજબૂત કરવાનો છે. આ સમગ્ર પ્રક્રિયા  ઓક્ટોબર સુધીમાં પુરી કરી લેવાશે. ત્યારબાદ ચીનની સરહદ પર પણ વોર ગ્રુપ્સ બનાવવામાં આવશે.

ઇન્ટીગ્રેટેડ બેટલ ગૃપ્સ ઓક્ટોબર સુધીમાં થશે તૈનાત

સેનાના સૂત્રો મુજબ  સેનાએ પૂર્વ કમાન્ડ અંતર્ગત ખાસ યુદ્ધ રણનીતિ ઇન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ્સનો અભ્યાસ કર્યો છે. યુદ્ધ ફોર્મેશન ટીમ અને ટોપ કમાન્ડરોએ ઇન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ્સના અભ્યાસ અંગે સકારાત્મક ફીડબેક આપ્યો છે. તેમજ આ રણનીતિને શાનદાર ગણાવી છે. આ જ કારણોસર ચાલુ વર્ષે અંત સુધીમાં એટલે કે ઓક્ટોબર સુધીમાં પાકિસ્તાનની સરહદે આવા બેથી ત્રણ ઇન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ્સ બનાવવાની તૈયારી કરાઇ રહી છે.

સૈન્ય કમાન્ડોરની બેઠકમાં લેવાયો નિર્ણય

સૂત્રો મુજબ આઇબીજીના અભ્યાસ અને તેના ફીડબેક અંગે ગત સપ્તાહે વિસ્તારથી ચર્ચા થઇ હતી. સેના મુખ્યાલયમાં યોજાયેલી બેઠકમાં સાત સૈન્ય કમાન્ડરોએ ભાગ લીધો. બેઠકમાં કમાન્ડર-ઇન-ચીફને તે નિર્દેશ દેવાયો કે તે પોત-પોતાના વિસ્તારમાં આઇબીજીનું નિર્માણ કરાવે. પહેલા ત્રણ આઇબીજી પૂર્વ કમાન્ડના ફોર્મેશન મુજબ બનાવાશે.

ઇન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ્સના સેનામાં સામેલ થયા બાદ સેનાની તાકાતમાં વધારો થશે. સેના પહેલા કરતાં વધુ મજબૂત બની જશે.

આઇબીજી માટે બે  પ્રકારના જૂથો પર પરીક્ષણ કરાયું. જેમાં એક જૂથ પર હુમલો કરવા દરમિયાન સરહદ પાર થનારી ગતિવિધિ ઉપરાંત યુદ્ધ સંબંધિત કાર્યોની જવાબદારી સોંપાઇ. જ્યારે કે બીજા જૂથને દુશ્મનના હુમલાનો સામનો કરવાની જવાબદારી સોંપાઇ. આ અભ્યાસમાં બ્રિગેડના બદલે આઇજીબીનો ઉપયોગ કરવામાં આવ્યો.

રિપોર્ટ મુજબ એક બ્રિગેડમાં ત્રણથી ચાર યુનિટ હોય છે. દરેક યુનિટમાં આશરે 800 જવાન હોય છે. આઇજીબીની યોજના મુજબ તેને મેજર જનરલ રેંકના અધિકારી લીડ કરશે. દરેક આઇજીબીમાં પાંચ હજાર જવાન સામેલ હશે.

ઇન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ્સના સફળ પરીક્ષણને જોતા લાગે છે કે આઇજીબી સેના માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. ઇન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ્સ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતની તે ખાસ રણનીતિનો ભાગ છે જેમાં તેઓ સેનાને વધુ પ્રભાવશાળી અને ખતરનાક બનાવવા ઇચ્છે છે.

READ ALSO

Related posts

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!