ભારતીય સૈન્યએ આજે બ્રાહ્મોસ મિસાઈલનું યુદ્ધના માહોલ જેવું પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણની પરીભાષામાં જેને લાઈવ મિસાઈલ ટેસ્ટિંગ કહેવાય એવા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં એક સાથે અનેક સ્થળોએથી બ્રાહ્મોસ મિસાઈલ ફાયર કરવામાં આવ્યા હતા. લાઈવ મિસાઈલ ટેસ્ટિંગ યુદ્ધ જેવો માહોલ સર્જતું હોય છે, કેમ કે એક સાથે વિવિધ સ્થળેથી મિસાઈલ યુદ્ધ વખતે લૉન્ચ થતાં હોય છે.
બ્રાહ્મોસ જગતનું સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ
સવારે દસ વાગ્યે આંદામાન-નિકોબાર સમુહના લશ્કરી મથક ખાતે એક સાથે એકથી વધારે બ્રાહ્મોસ ફાયર કરવામાં આવ્યા હતા. અવાજ કરતાં લગભગ ત્રણ ગણી ઝડપે સફર કરીને આ મિસાઈલોએ તેના લક્ષ્યાંક વિંધી બતાવ્યાં હતા. અત્યારે ભારત વાપરે છે એ બ્રાહ્મોસની રેન્જ 300 કિલોમીટર જેવી છે. એ વધારીને 400, 800 અને 1500 કિલોમીટર સુધી લઈ જવાનું આયોજન છે. બ્રાહ્મોસ જગતનું સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ છે.
વિમાનોને પણ સર્વેલન્સની કામગીરી સોંપી
ભારતીય નૌકાદળ અમેરિકી બનાવટના એન્ટિ સબમરિન અને સમુદ્રી અભિયાન માટેના વિમાનો પી-8આઈ વાપરે છે. આઠ વિમાનો ભારત પાસે છે, જ્યારે હવે નવમું વિમાન મળ્યું હતું. આ વિમાનો મોટા વિસ્તારમાં એર સર્વેલન્સ માટે બહુ ઉપયોગી છે. સમુદ્ર પર ઉડતી વખતે તેના આધુનિક યંત્રો પાણીની નીચે રહેલી સબમરિનને ઓળખી કાઢે છે. ભારતે લદ્દાખ સરહદે આ વિમાનોને પણ સર્વેલન્સની કામગીરી સોંપી છે.
વધુ ફાઈટર વિમાનો મળવાના છે
ચીને પણ સરહદ પાર લાંબા ગાળાની તૈયારી આદરી છે. ચીની અખબાર ધ ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે ભારત સરહદ જેના તાબામાં આવે છે એ ચીની સેનાના વેસ્ટર્ન થિએટર કમાન્ડને વધુ ફાઈટર વિમાનો મળવાના છે. રશિયાના સુખોઈ-27ની નકલ કરીને બનાવેલા ચીની વિમાનો જે-16 ભારત સરહદે ગોઠવવા ચીની સેનાએ તૈયારી કરી લીધી છે.
વિમાન ગોવા સ્થિત નૌકમથકે લેન્ડ થયું
2021ના આરંભકાળમાં જ ભારતને અમેરિકા તરફથી વધારે 3 પી-8આઈ વિમાનો મળે એવી શક્યતા છે. ભારત આવી પહોંચેલું વિમાન ગોવા સ્થિત નૌકમથકે લેન્ડ થયું હતું. ભારતે બ્રાહ્મોસના પરીક્ષણોની સિરિઝ શરૂ કરી છે. માટે આગામી દિવસોમાં વધારે પરીક્ષણો જોવા મળી શકે છે.
READ ALSO
- સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ
- Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું
- શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો
- ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ
- ભાજપને મહત્વ મળતાં શિંદેના મંત્રીઓ નારાજ : સરકારનું અસલી સ્ટીયરિંગ ફડણવિસ પાસે