GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ભારતીય આર્મીની સર્જિકલ સ્ટ્રાઈક 2.0 : કુલ આટલા આતંકીઓ આર્મીના હાથે ભસ્મીભૂત થયા

POK

ભારતીય સેનાએ પીઓકેમાં તંગધાર સેક્ટર પાસે આતંકવાદીઓના અડ્ડાઓ પર મોટી કાર્યવાહી કરી છે. સેનાએ પીઓકેમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાને નિશાન બનાવ્યા. ભારતીય સેનાની કાર્યવાહીમાં આતંકવાદીઓના કેમ્પ નાશ થયા છે. ભારતીય સેનાએ 10 જેટલા આતંકવાદીને ઠાર કર્યા છે. જેમા કેટલાક પાકિસ્તાની સેનાના જવાનનો પણ સમાવેશ થાય છે.

આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે સેનાએ આર્ટિલરી ગનનો કર્યો ઉપયોગ

સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કરી આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. પાકિસ્તાન ફાયરિંગની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવે છે. તેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આ પહેલા પણ ભારતીય સેનીએ પાકિસ્તાના બાલાકોટમાં આતંકવાદી કેમ્પ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમા આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. ત્યારે ફરીવાર ભારતીય સેનાએ પીઓકેમાં આવેલા આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે.

મોટાભાગના કેમ્પો ભસ્મીભૂત

ભારતીય સેનાએ પીઓકેમાં તંગધાર સેક્ટર પાસે આતંકવાદીઓના અડ્ડાઓ પર મોટી કાર્યવાહી કરી છે. સેનાએ પીઓકેમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાને નિશાન બનાવ્યા. ભારતીય સેનાની કાર્યવાહીમાં આતંકવાદીઓના કેમ્પ નાશ થયા છે. સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કરી આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. પાકિસ્તાન ફાયરિંગની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવે છે. તેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

આર્ટરી ગનનો કરવામાં આવ્યો ઉપયોગ

આ ઘટનાને અંજામ આપવા માટે ભારતીય આર્મીએ આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો હતો. જે કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણા આતંકી કેમ્પો ભસ્મીભૂત થઈ ગયા હતા. મોટાભાગના આતંકી કેમ્પો ધ્વંસ થઈ ગયા છે અને ત્યાં ધુમાડા સિવાય કશું જ નથી. મોટાભાગના લોન્ચિંગ પેડને તબાહ કરી દેવામાં આવ્યા છે.પાકિસ્તાની સેનાએ વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. કાશ્મીરમાં આર્ટિકલ 370ની નાબૂદી બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાતા તે વારંવાર ભારત પર હુમલો કરતું હતું. જેમાં નાગરિકોના મૌત થતા હતા. આજે પાકિસ્તાને કુપવાડાના તંગધાર સેક્ટરમાં સીઝ ફાયરનો ઉલ્લંઘન કરતા બે જવાનો શહીદ થયા હતા. એ સિવાય એક નાગરિકનું પણ મોત થયું હતું.

પાકિસ્તાને કર્યો હતો સીઝ ફાયરનો ઉલ્લંઘન

પાકિસ્તાને ફરીવાર જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં બે જવાન શહીદ અને એક નાગરિકનું  મોત થયુ. જ્યારે ત્રણ જેટલા નાગરિક ઘાયલ થયા છે. આ ઉપરાંત બે મકાન અને બે કાર ક્ષતિગ્રસ્ત થઈ છે. પાકિસ્તાની સેનાએ કરેલા  ફાયરિંગ બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા માટે સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે.

આર્ટિકલ 370 હટતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીરને અસ્થિર કરવા આતંકવાદનો સહારો લઈ રહ્યુ છે. ત્યારે પાકિસ્તાને સરહદ પર અવળચંડાઈ શરૂ કરતા ભારતીય સેનાને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. આ સાથે કાશ્મીર ઘાટીમાં સૈન્ય ઠેકાણા પર સુક્ષા વધારાઈ છે.

READ ALSO

Related posts

કોરોનામાં કાળાબજાર: સુરતમાં ટોસિલિઝૂમેબ ઈન્જેકશન એક લાખમાં વેચાતું હોવાનું કૌભાંડ આવ્યું સામે

pratik shah

હવાથી ફેલાય છે Corona? દરેક પ્રશ્નોના આ રહ્યા જવાબ, વાંચી લો ક્યાંક ન આવે પસ્તાવવાનો વારો

Arohi

ઉત્તર પ્રદેશ પોલીસને મોટી સફળતા, 6 દિવસ બાદ ગેંગસ્ટર વિકાસ દુબેની થઇ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!