GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

26મી જાન્યુઆરી પહેલા ISI મોટા હુમલાની ફિરાકમાં, એલઓસી અને જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને તેની સેના 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીઓ પર મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ ઇનપુટ બાદ એલઓસી અને જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સૈન્ય દળ અને અર્ધલશ્કરી દળોના જવાને મોટું એલર્ટ આપ્યું છે.

પાકિસ્તાને વધુ એક વાર ભારતીય સુરક્ષા જવાનોને નિશાન બનાવવાના ઇરાદા સાથે નાપાક ષડયંત્ર રચ્યું છે. જેમાં સામેલ છે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને પાકિસ્તાની સેના.

ગુપ્તચર એજન્સીઓના એલર્ટ મુજબ પાકિસ્તાની બોર્ડર એકશન ટીમ અને તેની સાથે રહેલા છથી આઠ આતંકવાદી જૂથો ભારતીય સુરક્ષા દળોને પીઓકેમાં ધમધમી રહેલા આતંકવાદીઓના લોન્ચિંગ પેડ પરથી નિશાન બનાવી શકે છે. ગુપ્તચર વિભાગના રિપોર્ટ મુજબ પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના કમાન્ડો અને છથી આઠ આતંકવાદી ગ્રુપ આતંકી અશરફ ટુંડની સાથે પીઓકેના લુબીગાન ગામે જોવા મળ્યા છે.

એલઓસીની પેલા પાર પાકિસ્તાને આતંકવાદીઓના લોન્ચિંગ પેડ સક્રિય કરી દીધા છે. તેઓ યેનકેન પ્રકારે ભારતીય જવાનો પર હુમલા કરીને ગણતંત્ર દિવસને લોહીયાળ બનાવવાની વેતરણમાં લાગેલા છે.

સૂત્રો મુજબ આ આતંકવાદીઓ અને એસએસજી બંને મળીને ભારતીય સુરક્ષા દળો વિરૂદ્ધ બેટ એકશનની કોશિશમાં લાગેલા છે. આ ગ્રુપે ગત  8 ડિસેમ્બરથી ઘાત લગાવીને લીપા લોંચ પેડ પર બેઠા છે. પરંતુ હવામાન ખરાબ હોવાના કારણે તેમજ ભારે હિમવર્ષાના કારણે ભારતીય સુરક્ષા દળો પર હુમલો કરવામાં તેઓ નિષ્ફળ નિવડી રહ્યા છે. ગુપ્તચર વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આતંકવાદીઓ અને એસએસજી મળીને 24 જાન્યુઆરીથી 26 જાન્યુઆરીની વચ્ચે સ્નાઇપિંગ અને બેટ એકશનથી હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે.

જેથી ફોરવર્ડ લોકેશન પર જવાનોને એલર્ટ રહેવા જણાવાયું છે.

Related posts

શિક્ષિકાએ પ્રેમસંબંધ બાંધવાની ના પાડતા સ્કુલ સંચાલકે રોમીયોગીરીની હદ વટાવી

Nilesh Jethva

હિમાંશીના કાર પર થયો હુમલો, એક્ટ્રેસે કહ્યું ડરતી પણ નથી અને કામ કરતા નહીં રોકી શકો

Harshad Patel

ગુજરાતમાં ભયંકર વરસાદને કારણે નદીઓમાં પૂર, દ્વારકા-પોરબંદરમાં રસ્તા પર વાહનો તરતા દેખાયા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!