GSTV
Home » News » એક દેશ તરીકે પાકિસ્તાન માત્ર જુઠ્ઠાણાં ફેલાવતું મશીન જ છે: ભારતીય સેના

એક દેશ તરીકે પાકિસ્તાન માત્ર જુઠ્ઠાણાં ફેલાવતું મશીન જ છે: ભારતીય સેના

પાકિસ્તાન વારંવાર જુઠ્ઠાણાં ફેલાવવાનું કામ કતે છે અને ભારત તેનાં જુઠ્ઠાણાંનો પર્દાફાશ બહુ સરસ રીતે કરે છે. તાજેતરમાં જ ભારતીય સેનાએ પાકિસ્તાનના પ્રવક્તા મેજર જનરલ ગઓહૂરના ખોટા દાવાની પોલ ખોલી નાખી છે. પાકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કો, તેણે ક્રોસ બોર્ડ ફાયરિંગમાં ભારતના પાંચ જવાનોને ઠાર માર્યા છે, જોકે ભારતીય સેનાએ તેની પોલ ખોલી નાખી.

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ટ્વીટ કરી, “LOC પાસે તત્તાપાની સેક્ટરમાં ભારતીય સીઝફાયર ઉલ્લંઘનનો પાકિસ્તાની સેનાએ જવાબ આપ્યો. ભારતદ્વારા કરવામાં આવેલ ગોળીબારીમાં 7 વર્ષના બાળક સહિત 3 નાગરિકોનાં મૃત્યુ થયાં છે. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકીઓને નિશાન બનાવી અને આ કાર્યવાહીમાં એક અધિકારી સહિત 6 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં અને ઘણા ઘાયલ થયા.”

તેમણે દાવો કર્યો કે, 2 ભારતીય બંકર પણ આ કાર્યવાહીમાં નાશ પામ્યાં. જોકે પાકિસ્તાનના દાવાને ફગાવતાં ભારતીય સેનાએ કહ્યું, “ડીજી આઈએસપીઆરના 6 ભારતીય સૈનિકો ભારવાનું ટ્વીટ ફરીથી સાબિત કરે છે કે, એક દેશ તરીકે પાકિસ્તાન માત્ર જુઠ્ઠાણાંનું મશીન છે. કેજી સેક્ટરમાં આજે ચાલી રહેલ સીઝફાયર ઉલ્લંઘનમાં, સેનાનો એક જવાન ગંભીર રૂપે ઘાયલ થયો છે, જ્યારે બીજા એક જવાનને સામાન્ય ઈજા થઈ છે.”

ઉલ્લેખનિય છે કે, મંગળવારે પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાને જમ્મૂ-કશ્મીરમાં કૃષ્ણા ઘાટી, મેંઢર સેક્ટરમાં પાકિસ્તાને ગોળીબારી કરી. આ ગોળીબારીના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની પોસ્ટ પર હુમલો કર્યો. જ્માં ભારતીય સેનાએ પાકિસ્તાનની ઘણી ચોકીઓને નષ્ટ કરી નાખી અને પાકિસ્તાનના ઘણા સૈનિકોનાં મૃત્યુ પણ થયાં.

Related posts

VIDEO : અમદાવાદના રોડને ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફિલ્મનો સેટ સમજી બેઠેલા BRTS ચાલકે યુવકના માથા પર ટાયર ફેરવી દીધું

Mayur

આ ફિલ્મ એટ્રેસે આવ્યું નવી પેઢી માટે ખાસ નિવેદન, ‘સમલૈંગિકતા પર ફિલ્મો બનવી જોઇએ’

NIsha Patel

ભયાનક મેકઅપ સાથે રાનૂ મંડલે રેમ્પ પર બતાવ્યો ‘ફેશનનો જલવો’, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!