GSTV

ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, હવાઈ સરહદનું થશે રક્ષણ: રશિયન મિસાઈલ સિસ્ટમ ભારતને મળે તેવી શક્યતા

Last Updated on December 5, 2021 by pratik shah

રશિયાની S -500 મિસાઇલ સિસ્ટમ અમેરિકાના F-35 લડાકુ વિમાનને તોડી પાડવામાં સક્ષમ છે. S-500 મિસાઇલ સિસ્ટમ S-400 મિસાઇલ સિસ્ટમ પર આધારિત છે. જેના કારણે રશિયાની સેનાની તાકાતમાં વધારો થયો છે. ત્યારે આ મિસાઈલ સિસ્ટમ ભારતને મળશે તો ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે.

બ્રહ્માસ્ત્ર

S-500 મિસાઇલ સિસ્ટમે નાના આકારના ટાર્ગેટ અને ઓછી ગતિના ટાર્ગેટને પણ અચુક રીતે સાધ્યું

S-500 મિસાઇલ સિસ્ટમે નાના આકારના ટાર્ગેટ અને ઓછી ગતિના ટાર્ગેટને પણ અચુક રીતે સાધ્યું છે. S -500 મિસાઇલ સિસ્ટમના કારણે રશિયાની સેનાને હાઈપરસોનિક મિસાઇલને ટ્રેક કરવાની ટેક્નોલોજિ મળી છે. આ પહેલા રશિયાએ જણાવ્યુ હતુ કે, રશિયા 2021માંs-500 મિસાઇલ સિસ્ટમને વિકસીત કરી લેશે. રશિયાએ આ મિસાઇલ સિસ્ટમનું અર્લી વોર્નિગ રડાર પરીક્ષણ કર્યુ છે. લાંબી દુરીની અર્લી વોર્નિગ રડાર સિસ્ટમ કોઈપણ મિસાઇલ માટે મહત્વની હોય છે. વોરોનિશ ફેમેલીના ત્રણ રડાર બેલેસ્ટિક મિસાઇલ અને વિમાની હુમલાથી રશિયાની હવાઈ સરહદનું રક્ષણ  કરે છે. રશિયાના વોરોનિશ-એમ, વોરોનિશ-ડીએમ અને વોરોનિશ-એસએમ રડાર એક પ્રણાલી પર કામ કરે છે.  આ રડારનું મુખ્યકામ દુશ્મનના ટાર્ગેટને ઓળખવાનું અને તેની જાણકારી ઓપરેટરને આપવાનું છે.

  • વોરોનિશ ફેમેલીના ત્રણ રડાર રશિયાની હવાઈ સરહદનું રક્ષણ કરે છે
  • વોરોનિશ-એમ, વોરોનિશ-ડીએમ અને વોરોનિશ-એસએમ રડાર એક પ્રણાલી પર કામ કરે છે
  • રડારનું મુખ્યકામ ટાર્ગેટને આેળખવાનું અને તેની જાણકારી

રશિયાનો દાવો છેકે, s-500 મિસાઇલ સિસ્ટમ અમેરિકાના F-35 લડાકુ વિમાનને તોડી પાડવામાં સક્ષમ છે. તો અમેરિકા એવો દાવો કરે છેકે, F-35A યુદ્ધ વિમાન સ્ટીલ્થ ટેકનોલોજિથી સજ્જ છે.  રશિયાની S-500 મિસાઇલ સિસ્ટમ S-400 મિસાઇલ સિસ્ટમ પર આધારિત છે. જેના કારણે રશિયાની સેનાની તાકાતમાં વધારો થયો છે. S-500 મિસાઇલ સિસ્ટમમાં 77N6 મિસાઈલ સીરીઝ સિવાયની અન્ય મિસાઈલને પણ તૈનાત કરી શકાય છે.  S-500 મિસાઇલ 3થી 4 સેકન્ડમાં પ્રતિક્રિયા આપે છે. તેની સામે S-400 મિસાઇલ 200 કિલોમીટરની દુરી 6 સેકન્ડથી ઓછા સમયમાં કાપે છે. 

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!