GSTV

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Last Updated on June 15, 2021 by Pritesh Mehta

ગલવાન ખીણમાં ભારત અને ચીનના જવાનો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણને એક વર્ષ પૂર્ણ થયું છે. ગત વર્ષ 15 જૂને લદ્દાખમાં ગલવાન નદી કિનારે બંને દેશના સૈનિકો વચ્ચેની ઘર્ષણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. જ્યારે ચીનના 45 સૈનિકોના મોત થયા હતા.

ગલવાન

એક વર્ષ બાદ પણ ચીની સેના સરહદે તૈનાત છે અને યુદ્ધાભ્યાસમાં વ્યસ્ત છે. જોકે ભારતીય સેનાએ પણ પોતાની સ્થિતિ ઘણી મજબૂત કરી લીધી છે. ભારતીય જવાનોની શહીદીને એક વર્ષ પૂર્ણ થતા ભારતીય સૈન્યએ ગલવાન ઘર્ષણ સંબંધિત એક વીડિયો જાહેર કર્યો છે.

આ વીડિયોમાં શહીદ જવાનોનો ઉલ્લેખ કરાયો છે, આ સાથે ભારતીય સૈન્યના પરાક્રમોનો ઉલ્લેખ કરાયો હતો. જાણીતા ગાયક હરીહરને આ વીડિયોમાં રહેલા ગીતને પોતનો અવાજ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!