GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

દુશ્મનોનાં છક્કા છોડાવશે ‘નિર્ભય’, 1000 કિમી સુધી માર કરી શકે છે આ સ્વદેશી ક્રૂઝ મિસાઈલ

ચીનની સરહદ પર હાલની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે રક્ષા ખરીદ પરિષદે મોટા નિર્ણયો લીધા છે. હવે ભારતીય સેનાને 1000 કિલોમીટરની દૂરી સુધી માર કરનારી સ્વદેશી ક્રુઝ મિસાઇલો, નવા ફાઇટર એરક્રાફ્ટ, હવામાં દુશ્મનના વિમાનને નષ્ટ કરવા માટે મિસાઇલો અને નવા મલ્ટી બેરલ રોકેટ લોંચર્સ મળશે.

38,600 કરોડનાં પ્રસ્તાવને મંજૂરી

રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કુલ 38 હજાર 900 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે ભારતની પહેલી લોંગ રેંજ ક્રુઝ મિસાઇલ નિર્ભયના નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે. ગુરુવારે, રક્ષા ખરીદ પરિષદે નિર્ભય સહિત વિવિધ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનો માટે 20400 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે.

નિર્ભયની ખાસિયતો

નિર્ભય ભારતની પ્રથમ લાંબા અંતરની ક્રુઝ મિસાઇલ છે. જેની રેંજ 1000 કિ.મી.ની છે. નિર્ભય મિસાઇલ દુશ્મનનાં મહત્વપૂર્ણ અડ્ડાઓ અથવા યુદ્ધ જહાજો પર અચૂક અને ઘાતકી હુમલો કરે છે. આ સાથે સ્વદેશી એર-ટુ-એર હથિયાર મિસાઇલના નિર્માણને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અસ્ત્ર મિસાઇલો 10 કિમીથી 160 કિ.મી. સુધીના કોઈપણ દુશ્મન વિમાનને નષ્ટ કરી શકે છે.

આમાં કરી શકાશે ફીટ

તેને ભારતીય વાયુસેનાનાં દરેક ફ્રંટ લાઈન ફાઈટર જેવાકે, સુખોઈ, મિગ 29, મિરાજ 2000 અને તેજમાં ફિટ કરી શકાય છે. તેની સાથે જ સ્વદેશી મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પિનાકાની પણ નવી રેજીમેન્ટ તૈયાર કરવામાં આવશે. પિનાકા 44 સેકન્ડમાં 12 રોકેટ દોગી શકે છે. અને તેની માર 40 કિલોમીટરથી 75 કિલોમીટર સુધી છે.

રશિયા સાથેનાં સોદાને મંજૂરી

ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરવા માટે, રશિયા તરફથી 21 મિગ -29 અને -12 સુખોઇના સોદાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ સાથે, ભારતીય વાયુ સેનાના 59 મિગ -29 ના અપગ્રેડ માટે ગ્રીન સિગ્નલ પણ આપવામાં આવ્યું છે. આ બધાની કુલ કિંમત રૂપિયા 18000 કરોડની નજીક છે.

READ ALSO

Related posts

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની સાઉદી અરેબિયાને ધમકી, ટેકો આપો નહીંતર મુસલમાન દેશોનું અલગ સંગઠન બનાવીશું

Dilip Patel

ચીનની લશ્કરી હિલચાલ પર 4 જાસૂસી ઉપગ્રહો રાખશે નજર, લદાખ સરહદે 4 હજાર કિલોમીટરની છે એલએસી

Dilip Patel

નવી મુસીબતઃ કોરોનાથી સ્વસ્થ તો થઈ ગયા પણ દર્દીઓને સાથે ફ્રી મળ્યા ખરાબ ફેફસાં અને ડિપ્રેશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!