GSTV
Home » News » ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, ઈઝરાયલની એન્ટી ટેંક સ્પાઈક મિસાઈલ ખરીદશે

ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, ઈઝરાયલની એન્ટી ટેંક સ્પાઈક મિસાઈલ ખરીદશે

ભારતીય સેના પોતાની તાકાત વધારવા માટે ઇઝરાયેલી એન્ટી ટેંક સ્પાઇક મિસાઇલની ખરીદી કરશે. આ મિસાઇલ પોતાનો ચોક્કસ નિશાના અને બંકરોને તોડી પાડવા માટે જાણીતી છે.  ભારતીય સેના ઘણા લાંબા સમયથી એન્ટી-ટેંક ગાઇડેડ મિસાઇલની માંગણી કરતી રહી છે. ત્યારે સેનાએ આ જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઇઝરાયેલ દ્વારા બનાવાયેલી એન્ટી-ટેંક ગાઇડેડ મિસાઇલ સ્પાઇકની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. આ મિસાઇલથી ભારતીય સેનાની શક્તિ ઘણો વધારો થશે.

ઇઝરાયેલની એન્ટી-ટેંક સ્પાઇક મિસાઇલ રફાલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા બનાવાઇ છે. આ મિસાઇલ લક્ષ્ય ભેદવામાં માટે જાણીતી છે. તેમજ તે દુશ્મનોના બંકરોને પણ ભેદી શકે છે. સ્પાઇક ઇઝરાયેલ દ્વારા ડિઝાઇન કરાયેલી ચોથી પેઢીની મિસાઇલ છે. આ મિસાઇલની ખાસ વાત તે છે કે તે એક ગાઇડેડ મિસાઇલ છે. એક વખત લક્ષ્ય પર નિશાન તાક્યા બાદ તે આપમેળે જ લક્ષ્યને શોધી લે છે.

આ મિસાઇલ ચાર કિલોમીટરના અંતર સુધી પ્રહાર કરવા સક્ષમ છે. તેમજ પહાડ અને મેદાની વિસ્તારોમાં બંનેમાં તેને તૈનાત કરી શકાય છે. આ ઉપરાંત મિસાઇલને વાહન, હેલિકોપ્ટર, જહાજ અને જમીની લોન્ચરથી પણ છોડી શકાય છે. હાલમાં કુલ 26 જેટલા દેશ આ મિસાઇલનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત સ્પાઇક મિસાઇલને એલઓસી પર તૈનાત કરી શકે છે. સૂત્રો મુજબ બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ સેનાએ એપ્રિલમાં મિસાઇલ ખરીદીને મંજૂરી આપી હતી. જે બાદ ચાલુ મહિને તેના માટે ઓર્ડર અપાયો છે.

Read Also

Related posts

રાજધાની દિલ્હીનાં શિલ્પકાર શીલા દિક્ષીત, આવતીકાલે બપોરે અહીં કરાશે અંતિમ સંસ્કાર

Riyaz Parmar

તુલસીશ્યામ રેન્જના આરએફઓએ બે યુવકોને માર્યો ઢોર માર, 50 હજારની લાંચ માંગવાનો આરોપ

Nilesh Jethva

અમદાવાદમાં ચોર અને પોલીસની લડાઈમાં સોની વેપારીઓની સેન્ડવીચ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!