GSTV
Home » News » ઓહ..હો, ખૂદ પાકને ડર છે કે અમેરિકાએ લાદેનને ઘરમાં ઘુસીને માર્યો એમ ભારત પણ મસૂદને ઘુસીને મારશે

ઓહ..હો, ખૂદ પાકને ડર છે કે અમેરિકાએ લાદેનને ઘરમાં ઘુસીને માર્યો એમ ભારત પણ મસૂદને ઘુસીને મારશે

ભારતના ખૂંખાર થયા બાદ હવે નાપાક પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાને માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરને તેનાં વડામથકેથી સેફ જોનમાં લઈ લીધો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં આવેલા વડામથકે પાક. સરકારે સુરક્ષાદળને ગોઠવી દીધા છે. આ સાથે સંગઠનના તમામ કામ માટે પોતાના એક વહીવટદારની નિમણૂક પર કરી નાખી છે.

અમેરિકાએ જેમ લાદેનને ઉપર પહોંચાડ્યો એ જ રીતે મસૂદ અઝહરને પણ….

પાક. આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ શુક્રવારે પીઓકેમાં એલઓસીની મુલાકાત લીધી હતી. પાકિસ્તાનને ડર છે કે ભારત અમેરિકાએ જેમ બિન લાદેનને જેમ ઠાર માર્યો હતો તેમ મસૂદ અઝહરને પણ મારી શકે છે. પાક. ગૃહમંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે પંજાબ સરકારે બહાવલપુરમાં મદરસાતુલ સાબિર અને જામા મસ્જિદ સહિતના સમગ્ર પરિસરને પોતાના કબજામાં લઈ લીધું છે. આ પરિસરમાં લગભગ 600 વિદ્યાર્થીઓ અને 70 જેટલા અધ્યાપક રહે છે. વૈશ્વિક દબાણને કારણે પાકિસ્તાને ગુરુવારે આતંકી હાફિઝ સઈદના બે સંગઠનો પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

આતંકીઓને ભંડોળ અટકાવવા માટે કામ કરનારી વૈશ્વિક સંસ્થા ફાઈનાન્સિયલ એક્શન ટાસ્કફોર્સે પુલવામા હુમલાની નિંદા કરી છે. એફએટીએફએ કહ્યું છે કે પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઈબા જેવા આતંકી સંગઠનોને ફન્ડીંગ રોકવામાં નિષ્ફળ રહ્યું છે. ઓક્ટોબર સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.

ભારતે પાક.ને નુકસાન પહોંચાડ્યું

પાકિસ્તાની મેજર જનરલ ગફુરે શુક્રવારે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનને નુકસાન પહોંચાડવા માગે છે. તમામ આક્ષેપો ખોટા છે. પુલવામા હુમલામાં વપરાયેલા વિસ્ફોટક સાથે પાકિસ્તાનને કોઈ સંબંધ નથી. તેઓ યુદ્ધ ઇચ્છતા નથી પણ જો ભારત કોઈપણ પ્રકારે હુમલો કરશે તો તેઓ પણ પાછળ હટશે નહીં.

READ ALSO

Related posts

માછીમાર સમાજના આગેવાનોએ સરકાર સામે રણનીતિ ઘડવાની તૈયારીઓ કરી

Nilesh Jethva

દરરોજ એક બોક્સ સિગરેટ પીતો હતો આ શખ્સ, ફેફસા જોઈને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા..

pratik shah

કાર ચાલકે કાબુ ગુમાવતા કપડા ધોતી ત્રણ મહિલાને મારી ટક્કર. કાર તળાવમાં ખાબકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!