GSTV

ચીનની ચિંતા વધી, સરહદ પરના 6 ઉંચા શિખરો ભારતીય સેનાના કબ્જે

ચીન લદ્દાખમાં વાતચીતનો ડોળ કરી રહ્યું છે. તે વાતથી વાકેફ ભારતીય સેના એક પછી એક પહાડીઓ પર તિરંગો લહેરાવી રહી છે. પૂર્વ લદ્દાખમાં ભારતીય સેનાએ ચીનને આપેલા ઝાટકા બાદ ડ્રેગન રઘવાયું થયુ છે. ચીનના રઘવાયા થવાનુ એક કારણ એ છે કે, પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર 6 શિખરો પર ભારતની સેનાએ કબ્જો જમાવી દીધો છે.

મોટા શિખરો પોતાના કબ્જામાં લઇ લીધા

ભારતીય સેનાએ આ કારનામુ છેલ્લા ત્રણ સપ્તાહમાં જ કરી બતાવ્યું છે. આ જ વિસ્તારમાં ચીનની સેના પહોંચવા માંગતી હતી પણ ભારતે ચતુરાઈ વાપરીને 29 ઓગસ્ટે થી સપ્ટેમ્બરના બીજા સપ્તાહ વચ્ચે ચૂપચાપ છ મોટા શિખરો પોતાના કબ્જામાં લઇ લીધા હતા. જેમાં મગર હિલ, ગુરંગ હિલ, રેચિન લા, રેજાંગ લા, મોખપરી અને ફિંગર ચાર પાસેના શિખરનો સમાવેશ થાય છે. આ જગ્યાઓ ખાલી પડી હતી અને ચીનના સૈનિકો તેના પર ચઢાઈ કરવાની ફિરાકમાં હતા.

ચીનની ઘૂસણખોરી સામે એલર્ટ

જોકે, ભારતીય સેનાએ તે પહેલા જ આ શિખરો પર પોતાનુ વર્ચસ્વ સ્થાપી દીધુ છે. જેના કારણે ચીનની હતાશા દેખાઈ રહી છે. ત્યારબાદ ચીને રેઝાંગ લા અને રેચિન લા પાસે બીજા 3000 જવાનો તૈનાત કર્યા છે.ચીની સેનાએ ઈન્ફ્રેંટી અને આર્મડ યુનિટસના જવાનોને આ વિસ્તારમાં મોકલ્યા છે. ચીને પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરવા માંડ્યો છે ચીન સાથેની વાતચીતમાં કોઈ ખાસ પ્રગતિ નથી થઈ.ભારતીય સેના હવે ચીનની ઘૂસણખોરી સામે એલર્ટ છે. જેના કારણે ચીનના પ્રયાસો પણ નિષ્ફળ જઈ રહ્યા છે.સરહદ પરની સ્થિતિનુ સતત મોનિટરિંગ કરાઈ રહ્યુ છે.

READ ALSO

Related posts

સેક્સ ગુરુના નામે ધનાઢ્ય યુવતીઓને સેક્સ સ્લેવ બનાવનારને 120 વર્ષની સજા, 20 મહિલા સાથે ગ્રૂપ સેક્સ માણતો

Bansari

ટેરર ફંડિંગઃ કશ્મીર અને દિલ્હીમાં NIAની ટીમના દરોડા, સતત બીજા દિવસે કાર્યવાહીથી ફફડાટ

Mansi Patel

કોરોના વેક્સિન મુદ્દે PM મોદીનું મોટુ નિવેદન, દરેક લોકોને મળશે કોરોના વેક્સિન, કોઈને બાકાત નહીં રખાય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!