GSTV
Home » News » ચીનને જવાબ આપવા ભારતીય સેનાની યોજના, એલએસી પર ઓપરેશનલ કમાન્ડ બનશે

ચીનને જવાબ આપવા ભારતીય સેનાની યોજના, એલએસી પર ઓપરેશનલ કમાન્ડ બનશે

ડોકલામ વિવાદ બાદ સીમા પર ચીનને આકરો જવાબ આપવા માટે ભારતે તૈયારી શરૂ કરી દીધી છે. ભારતીય સેનાએ ભારત-ચીન વચ્ચેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ નજીક એક નવા ઓપરેશન કમાન્ડની સ્થાપનાનો નિર્ણય કર્યો છે. ડિવિઝનલ સ્તરના ઓપરેશનલ કમાન્ડની સ્થાપના હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની સાથે લાગતી ચીનની સરહદ નજીક બનાવવામાં આવશે. ભારતીય સેનાનું માનવું છે કે, ચીનની આક્રમકતા જોતાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના સીમાવર્તી વિસ્તારો સુરક્ષાની દ્રષ્ટિએ બેહદ સંવેદનશીલ છે.

હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં 344 કિલોમીટર લાંબી એલએસી છે. હાલ ભારત-ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર નવા ઓપરેશનલ કમાન્ડની યોજનાને સાર્વજનિક કરવામાં આવી નથી. પરંતુ સૂત્રોને ટાંકીને આવેલા મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે, આ નવા ઓપરેશનલ કમાન્ડની સ્થાપનાનો ઉદેશ્ય ચીનની સાથેની ભારતીય સરહદે વધુમાં વધુ સુરક્ષાદળોની તેનાતી કરવાનો છે.

ભારતીય સેનાએ આંતરીક આકલન બાદ ચીન સાથેની એલએસી પર હિમાચલ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં સુરક્ષાદળોની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. સેનાના આકલનમાં એ વાત સામે આવી છે કે સુરક્ષાની દ્રષ્ટિએ ભારત અને ચીન સરહદને લાગતા હિમાચલ અને ઉત્તરાખંડ સેક્ટરો બેહદ સંવેદનશીલ છે. ડોકલામ વિવાદ બાદ હિમાચલ અને ઉત્તરાખંડ સેક્ટરની એલએસી પર બંને પરમાણુ શક્તિ સંપન્ન દેશો વચ્ચે ટકરાવ થવાની સંભાવના છે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સેક્ટરના બારાહોતી અને પુલામ સુમદા વિસ્તારોમાં ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. 26 જુલાઈએ બારાહોતીમાં ચીનની સેનાની ઘૂસણખોરીનો આઈટીબીપીએ આકરો વિરોધ કરતાં પીએલએના જવાનોને પાછા જવું પડયું હતું.  ચીનની સેનાના લગભગ બસ્સોથી ત્રણસો જવાનો ભારતીય સીમામાં ત્રણસો મીટર સુધી ઘૂસી આવ્યા હતા.

ભારતીય સેના નવા ઓપરેશનલ કમાન્ડની સ્થાપનાની સાથે જ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સેક્ટરમાં ચીનની સરહદની નજીકના વિસ્તારોમાં સડક નિર્માણનું કામ ઝડપથી કરી રહી છે. લેફ્ટિનેન્ટ જનરલ વિજયસિંહે જણાવ્યુ છ કે 2022 સુધીમાં લિપુલેહ, થાંગ લા, નિતિ અને સાંગચોક લાને સડક માર્ગે જોડવામાં આવશે. તો 2024 સુધીમાં મંગશા ધુરા અને લમ્પિયા ધુરાને સડક માર્ગે જોડવામાં આવશે.

Related posts

વૈજ્ઞાનિકોએ કરોડો વર્ષ જુનાં આ જીવનાં અવશેષોની કરી શોધ, સમુદ્રની સાથે જમીન પર પણ હતા સક્ષમ

pratik shah

સોમવારે આ ખાસ સેરેમની બાદ શરૂ થશે બજેટનું પ્રિન્ટિંગ, વર્ષોથી ચાલી આવે છે આ પરંપરા

Nilesh Jethva

લાખોના ખર્ચે બનાવેલ યોજના શોભાના ગાઠિયા સમાન, સાત વર્ષમાં નળમાં ધુળ જામી ગઈ પણ પાણી ના આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!