GSTV
Home » News » મહારાષ્ટ્રના ઔંઘમાં આફ્રિકાના 17 દેશની લશ્કરી ટુકડીઓ સાથે ભારતીય સેનાએ કવાયત શરૂ કરી

મહારાષ્ટ્રના ઔંઘમાં આફ્રિકાના 17 દેશની લશ્કરી ટુકડીઓ સાથે ભારતીય સેનાએ કવાયત શરૂ કરી

ભારતીય સેનાએ આજથી મહારાષ્ટ્રના ઔંઘમાં આફ્રિકાના ૧૭ દેશોની સેનાની ટુકડીઓ સાથે દસ દિવસીય કવાયત શરૃ કરી હતી જે ભારત અને આફ્રિકી ખંડ વચ્ચે વ્યુહાત્મક સબંધોમાં વધારોના સંકેત છે. 

આફ્રિકા-ઇન્ડિયા ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝની પ્રથમ કવાયતમાં કવાયતમાં ભાગ લેનાર દેશોમાં ઇજીપ્ત, ઘાના, કનિયા, મોરિશિયસ,મોઝમ્બિક, નામિબિયા, નાઇજર, સેનેગલ, દક્ષિણ આફ્રિકા, સુદાન, ટાન્ઝાનિયા, યુગાન્ડા, ઝામ્બિયા, બેનિન અને બોટ્સવાનાનો સમાવેશ થતો હતો.

ઓંધ મિલિટ્રી સ્ટેશન ખાતે યોજાયેલી પ્રથમ કવાયતમાં સંરક્ષણ એટેચી અને અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા.’આ કવાયતમાં ભાગ લેનાર દેશો વચ્ચે શ્રેષ્ઠ પ્રેકટિસનું આદાન પ્રદાન પર અને યુએન દ્વારા ફરજીયાત બનાવેલી મંત્રણા કરવા ટેકટિકલ ઓપરેશન્સ  ભાર મૂકવામાં આવશે’એમ ભારતીય સેનાએ કહ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ક્રમશ અનેક આફ્રિકી દેશો સાથે સંરક્ષણ અને લશ્કરી ક્ષેત્રે સહકાર વધાર્યો હતો.

Related posts

એર ઇન્ડિયામાં જેટ એરવેઝને મર્જ કરી દો, ભાજપના નેતાએ સુરેશ પ્રભુને આપી આ સલાહ

Path Shah

મોદી દેશ માટે પેદા થયા છે: મહાગઠબંધન પર પીએમ મોદીનાં તેજાબી પ્રહારો

Riyaz Parmar

મોદીને ચા પણ પીવડાવું છું અને ગિફ્ટ પણ આપું છું પણ બંગાળમાંથી એક મત નહીં મળવા દઉં, મમતા ગરજ્યા

Arohi