GSTV
India News ટોપ સ્ટોરી

તણાવ/ ઉત્તરમાં ચીન અને પાકિસ્તાનની નાપાક હરકત બાદ ભારતે લીધો આ નિર્ણય, સેના એલર્ટ

દેશમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસો વચ્ચે એલએસી પર ફરી એક વખત ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચીને પૂર્વીય લદ્દાખ વિસ્તારમાં ભારતીય સરહદની નજીક યુદ્ધાભ્યાસ કર્યો છે. જેના કારણે ભારતીય સેના એલર્ટ થઇ ગઇ છે. ચીનની કોઇ પણ હરકતનો જવાબ આપવા માટે ભારતે ઉત્તર વિસ્તારની સરહદ પર રફાલ વિમાન તૈનાત કર્યા છે. આ ઉપરાંત અન્ય ફાઇટર જેટ પણ સેનાએ તૈયાર રાખ્યા છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચીનના 20થી વધુ ફાઇટર વિમાનોએ પૂર્વીય લદ્દાખ વિસ્તારની સામે યુદ્ધાભ્યાસ કર્યો છે. આ યુદ્ધાભ્યાસ એ જ એરબેઝ પરથી કરવામાં આવ્યો કે જ્યાં ગત વર્ષે ચીનની સેનાએ તેમના જવાનોને તમામ પ્રકારની મદદ પહોંચાડી હતી. સુત્રો મુજબ ભારતની નજર લદ્દાખની સામે ચીનની સરહદમાં સ્થિત કાશગર… હોતાન… નગારી ગુન્સા… શિગાત્સે… લ્હાસા ગોંગકર એરબેઝ પર છે. આ ઉપરાંત શિનજિયાંગ અને તિબેટ સ્વાયત્ત સૈન્ય ક્ષેત્રમાં સ્થિત 7 જેટલા ચીનના ઠેકાણાઓ પર નજર રાખવા માટે ઉપગ્રહોની પણ મદદ લેવાઇ રહી છે. ભારતીય એરફોર્સના ફોરવર્ડ એરબેઝને પશ્ચિમ તેમજ ઉત્તર મોરચે કોઇ પણ સ્થિતિનો સામનો કરવા માટે સજ્જ કરવામાં આવ્યા છે.

તિબેટ અને પીઓકેમાં ચીન અને પાકિસ્તાનની જુગલબંદી ભારત માટે ચિંતાજનક છે. કારણ કે આ બંને દેશોની સાથે ભારતની દુશ્મની જગજાહેર છે.. તેવામાં હવે પાકિસ્તાન અને ચીન ભારત સામે નવો મોરચો ખોલવામાં લાગી ગયા છે. છેલ્લા કેટલાક સમયમાં ચીની સેનાના અધિકારીઓની પાકિસ્તાનની વધી ગયેલી મુલાકાતો આ વાતનો સંકેત આપી રહી છે.

Read Also

Related posts

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

GSTV Web Desk

મુંબઈ / દશેરાએ શિવસેનાનાં બન્ને જૂથ કરશે શક્તિપ્રદર્શન, હાઈકોર્ટે આ મામલે કરી ટીકા

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી અશોક ગેહલોત સામે હશે નવા પડકાર

Hemal Vegda
GSTV