GSTV

ભારતીય સેનાની ઉદારતા/ પાકિસ્તાની સેનાના મેજરની કબરનું કરાવ્યુ સમારકામ, આ વાત ક્યારેય નહીં સમજે દુશ્મન દેશ

ભારતીય સેના તેના માનવતાવાદી વલણ માટે હંમેશા જાણીતી છે.ભારત સાથે કટ્ટર દુશ્મની રાખનારા પાકિસ્તાની સેનાને એક મેજરની 48 વર્ષ જુની કબરનું સમારકામ કરાવીને ભારતીય સેનાએ ફરી વખત પોતાના ઉદાર વલણનો પરિચય આપ્યો છે.

છાશવારે પાકિસ્તાન દ્વારા થતા સીઝ ફાયર વચ્ચે પણ સેનાની શ્રીનગર સ્થિત ચિનાર કોરે એલએસી નજીકના નૌગામ સેક્ટરમાં 48 વર્ષ જુની પાકિસ્તાની મેજરની કબરનુ સમારકામ કરીને તેને નવુ સ્વરુપ આપ્યુ છે.આ કબર પર લખાયુ છે મેજર મોહમ્મદ શબીર ખાન, સિતાર એ જુરત શહીદની યાદમાં, જે પાંચ મેના રોજ 1972ના દિવસે ભારતીય સેનાની નવમી શિખ લાઈટ ઈન્ફન્ટ્રીની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા હતા.

સેનાએ આ કબરની તસવીર ટ્વિટ કરીને લખ્યુ છે કે, ભારતીય સેનાની પરંપરા અને વિવેકનુ પાલન કરીને આ તુટેલી કબરનુ સમારકામ કરાયુ છે.

આ કબર ભારતમાં ક્યાંથી આવી તો તેનો જવાબ એ છે કે, પાંચ મે,1972ના રોજ નૌગામ ફોરવર્ડ પોસ્ટ પર ભારતીય સેના અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણ થઈ હતી.અહીં તૈનાત ભારતીય જવાનોએ પાકિસ્તાનની ટુકડીને જડબાતોડ જવાબ આપ્યો હતો.જેમાં પાકિસ્તીને મેજર મહોમ્મદ શબીર ખાન ભારતની જમીન પર માર્યો ગયો હતો.

એ પછી થોડા વર્ષો બાદ મેજરના પિતાએ આ જગ્યાએ આવવા માટે પરવાનગી માંગી હતી.ભારતીય સેનાએ તેમની અપીલ ને માન આપીને તેમને આવવા દીધા હતા.પિતાએ પોતાના પુત્રની કબકર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ભારતીય સેનાએ એ માટે પણ મંજૂરી આપી હતી.જોકે સમયની સાથે કબર તુટેલી ફુટેલી હાલતમાં હોવાથી સેનાએ ફરી તેનુ સમારકામ કર્યુ છે. ભારતીય સેનાની આ કાર્યવાહીને ટ્વિટર પર હજારો લોકો બીરદાવી રહ્યા છે અને તેમાં કેટલાક પાકિસ્તાનીઓ પણ સામેલ છે.

READ ALSO

Related posts

લગ્નના 4 વર્ષ બાદ આ અભિનેત્રીએ આપ્યા ગુડ ન્યુઝ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી આવી નજર

Ankita Trada

IPL/અત્યંત કંગાળ દેખાવ સાથે પ્લે ઓફની રેસમાંથી ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ લગભગ આઉટ

Bansari

IPL 2020: એક સિઝનમાં ચેન્નાઈની ટીમ સાત મેચ હારી, ધોનીનો શરમજનક રેકોર્ડ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!