GSTV

J&K: ક્રેશ થયેલું ભારતીય સેનાનું હેલીકોપ્ટર પઠાણકોટના રણજીત સાગરમાં પડ્યું, બચાવ ટીમ સ્થળ પર પહોંચી

Last Updated on August 3, 2021 by Pravin Makwana

જમ્મુ કાશ્મીરના કઠુઆની પાસે મંગળવાર સવારે ભારીતય સેનાનું એક હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયુ છે. કઠુઆમાં રણજીત સાગર ડૈમના તળાવમાં આ હેલીકોપ્ટર ક્રેશ થયુ છે. આ ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યુ છે. બચાવ ટીમ તળાવ પર પહોંચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, 3 ઓગસ્ટ સવારે લગભગ 10.20 કલાકે ભારતીય સેનાનું હેલીકોપ્ટર 254 આર્મી AVN સ્કાવાડ્પને મામુન કૈંટથી ઉડાન ભરી હતી. હેલીકોપ્ટર ડૈમ વિસ્તારની પાસે ઉંચાઈ પર રાઉન્ડ લઈ રહ્યુ હતું. જે બાદ ક્રેશ થઈ ડૈમમાં ખાબક્યું હતું.

આ દુર્ઘટના બાદ એનડીઆરએફની ટીમની તૈનાતી કરી દેવામાં આવી છે અને રાહત અને બચાવ મિશન ચાલુ છે. કઠુઆ જિલ્લામાં એસએસપી આરસી કોટવાલના જણાવ્યા અનુસાર ડાઈવર્સની તરફથી તળાવમાં સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યુ છે. હેલીકોપ્ટરમાં કેટલા લોકો હતા. નુકસાન કેટલુ થયુ છે. તેની જાણકારી હજૂ મળી નથી.

જણાવી દઈએ કે, આ વર્ષે શરૂઆતમાં જ જમ્મુમાં એક સેનાનુ હેલીકોપ્ટર ક્રેશ થયુ હતું ત્યારે તે સમયે હેલીકોપ્ટરમાં બે પાયલટ સવાર હતા અને જેમાંથી એકનું મોત થઈ ગયુ હતું.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!