GSTV
Gujarat Government Advertisement

જેના લીધે ચીનના પેટમાં રેડાયું તેલ એ ગલવાન નદીના બ્રીજને ભારતીય આર્મીએ બનાવી દીધો, ચીનને લાગશે ઝટકો

પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં આર્મીના ઇજનેરોએ 60 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ કર્યું છે જેને ચીન રોકવા માંગતું હતું. ગલવાન નદી પર બનેલા આ પુલ સાથે સંવેદનશીલ ક્ષેત્રે ભારતની સ્થિતિ અત્યંત મજબૂત બની છે. આ પુલની મદદથી, સૈનિકો હવે વાહનો થકી નદી પાર કરી શકે છે અને 255 કિલોમીટર લાંબા વ્યૂહાત્મક ડીબીઓ રોડની સુરક્ષા કરી શકે છે. આ રસ્તો દરબુકથી કારાકોરમ નજીક દૌલાત બેગ ઓલ્ડિ ખાતે ભારતની છેક છેલ્લી ચોકી સુધી જાય છે. વરિષ્ઠ અધિકારીઓએ આ માહિતી આપી છે. ભારતીય આર્મી એન્જિનિયરોએ બાંધેલા આ પુલથી ચીન પણ ચિંતાતુર છે. મેમાં એના સૈનિકોની મોટી સંખ્યામાં એલએસી પર આવવાનું એક કારણ આ પણ માનવામાં આવે છે. ચીની સૈનિકો ભારતને આ પૂલ બાંધવા દેવા માંગતા નહોતા કારણ કે તે જાણતા હતા કે આ પુલથી આ વિસ્તારોમાં ભારતની સ્થિતિ વધારે વધુ મજબૂત બની શકે છે.

ચીની સૈનિકોના અવરોધ વચ્ચે આર્મિ એન્જિનિયરોએ કર્યું કાર્ય પૂર્ણ

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે આ પુલ તૈયાર થયો હતો. તેનાથી એ પણ જાણ થાય છે કે ે સીમા પર ફોર્મેશન એન્જિનયરો ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં રોકાયેલા છે અને પી.એલ.એ. દ્વારા કામ બંધ કરવાના તમામ પ્રયાસો છતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનનું કાર્ય ચાલુ જ રહેશે. ચાર કમાનોવાળા આ પુલ શ્યોક અને ગલવાન નદીઓના સંગમથી ત્રણ કિલોમીટર પૂર્વમાં બનાવવામાં આવ્યો છે. પેટ્રોલિંગ પોઇન્ટ 14 થી 2 કિલોમીટર પૂર્વમાં બન્યો છે. આ પેટ્રોલિંગ પોઇન્ટ 14 એ સ્થળ છે જ્યાં 15 જૂને બંને સૈન્ય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તે વાય જંકશનની નજીક છે, જ્યાં ગલવાન નાળું મુખ્ય નદીને મળે છે. બંને નદીઓના સંગમ પર ભારતીય સેનાનો બેઝ કેમ્પ છે. જેને 120 કિ.મી. કેમ્પ કહેવામાં આવે છે, જે ડીએસડીબીઓ રોડની નજીક છે.

શ્યોક નદી સુધી ભારતનો દાવો ઘટાડવા માગે છે ચીન

સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે તણાવ બાદ પણ પુલ પર કામ કરવાનું ચાલુ રાખ્યું હતું અને 15 જૂને હિંસક અથડામણ છતાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. ચીન હવે આખા ગલવાન ખીણ ઉપર પોતાના દાવા બાબતે અતિશયોક્તિ કરી રહ્યો છે, તે શ્યોક નદી સુધી ભારતના દાવાને ઘટાડવા માંગે છે. જો આવું બન્યું હોત તો ચીન યુદ્ધની સ્થિતિમાં DSDBO રસ્તો કાપી શકતા હતા. આનાથી તેને પાક્સિતાન માટે મુર્ગોથી જતો રસ્તો ખોલવાનો મોકો મળી જશે. આ બીડીઓથી પહેલા ભારતીય છેલ્લું ગામ છે.

સૈન્ય અવર જવર માટે ગલવાન નદીનો બ્રીજ ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે

કોંક્રિટના પિલ્લર પર બનેલો આ બેલી બ્રીજ ભારત માટે સૈન્ય આવન જાવનમાં ખૂબ જ કારગર – અસરકારક સાબિત થશે અને ભારતના વ્યૂહાત્મક – રણનીતિક હિતોના રક્ષણ માટે તે મહત્વનું માનવામાં આવે છે. ભારતીય સેનાના વાહનો હવે ગલવાન નદીને પાર કરીને સામે સરળતાથી જઈ શકે છે. જો પીએલએના – ચીની સૈન્યના વધુ આક્રમક સ્થિતિના જવાબો ભારતી સૈન્ય માટે એક માટે સારો સૈન્ય વિકલ્પ હશે. અત્યાર સુધી ત્યાં માત્ર ફૂટબ્રીજ જ રહેતો હતો. હવે ભારતીય સૈન્યને વાહનો સાથે સરળતાથી જઈ શકશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

લોકો ભરાયા: કોરોનાના ડરથી જે લોકોએ ઉકાળો પીધો છે તેમનામાં જોવા મળી રહી છે આ બિમારી, સોશિયલ મીડિયાના જ્ઞાનથી જાતે ન બનો ડોક્ટર

Pravin Makwana

સ્પેશિયલ ઑફર/ ફક્ત 1,099 રૂપિયામાં કરી શકશો ફ્લાઇટમાં મુસાફરી, ફટાફટ જાણો કેવી રીતે મળશે લાભ

Bansari

ટેકનોલોજી: માઈક્રોસોફ્ટે Windows 11 કર્યું લોન્ચ, સ્ટાર્ટ મેન્યુ સહિત આટલા કર્યા છે ફેરફાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!