GSTV
Home » News » સ્વતંત્રતા દિને પાકની અવળચંડાઇ, ઉરીમાં આતંકીઓની ઘુસણખોરીને ભારતીય સેનાએ બનાવી નિષ્ફળ

સ્વતંત્રતા દિને પાકની અવળચંડાઇ, ઉરીમાં આતંકીઓની ઘુસણખોરીને ભારતીય સેનાએ બનાવી નિષ્ફળ

ભારતના સ્વતંત્રતા દિને પાક ફરીએકવાર નાપાક હરકતો કરવાના ઇરાદા સાથે ભારતમાં આતંકીઓની ઘુસણખોરી કરવાના સતત પ્રયાસ કરી રહ્યું છે.  કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના ઉદ્દેશથી પાકિસ્તાન આતંકીઓની ઘુસણખોરી ભારતીય સીમામાં કરાવવાના સતત પ્રયાસ કરી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેના દ્વારા સમર્થિત આતંકવાદીઓની ઘુસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાની સેના દ્વારા ઘુસણખોરીના પ્રયાસ માટે પાક સેનાની ચોકીઓ પરથી આતંકીઓને ભારે કવર ફાયર આપવામાં આવી રહ્યું હતું.

સેન્યના સૂત્રોએ જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેના સતત કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે પાક આતંકીઓની ઘુસણખોરીના પ્રયાસમાં લાગી છે. પાકિસ્તાનની આ નાપાક હરકતની જાણકારી પહેલાથી જ ભારતીય સેના પાસે છે. તેવામાં સીમા પર સેના એલર્ટ મોડ પર છે. સતત પાક દ્વારા કરવામાં આવતી ઘુસણખોરીની નાપાક હરકતોને ભારતીય સેનાના વીરોએ નીષ્ફળ બનાવી છે.

તેવામાં અનેક દિવસોથી આરએસ પુરા સેક્ટરની આંતરરાષ્ટ્રીય સીમા પર પ્રશાસન તરફથી સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પાકિસ્તાની ક્ષેત્રમાં ચાલી રહેલી ગતિવિધીઓ પર સખત નજર રાખવામાં આવી રહી છે. રૂટીન પ્રમાણે જવાનો પાકિસ્તાન ક્ષેત્ર પર નજર રાખી રહ્યાં છે.

રાતના સમયે સ્થાનિક પોલીસ સાથે ગ્રામીણ સુરક્ષા સમિતિના જવાનો પણ આખીરાત પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. સીમા પર હજુ સુધી સીમા સુરક્ષાદળોની વધુ તૈનાતી કરવામાં નથી આવી. સીમાવર્તી ક્ષેત્રથી જમ્મુ અને આરએસ પરા જતાં વાહનોની તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઇ અપ્રિય ઘટના ન બને.

Read Also

Related posts

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur

માત્ર થોડા હજારમાં ફરી શકો છો આખુ અઠવાડિયું યૂરોપમાં, આ રીતે કરો પ્લાનિંગ

NIsha Patel

PM મોદી-અમિત શાહ સહિત આ નેતાઓએ અરૂણ જેટલીના નિધન પર વ્યક્ત કર્યો શોક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!