GSTV

ભારતીય સૈન્યનું ઉરીમાં મોટું ઓપરેશન: 3 આતંકવાદી ઠાર કરાયા, મોટા પ્રમાણમાં મળી આવ્યા શસ્ત્ર સરંજામ

Last Updated on September 23, 2021 by Zainul Ansari

જમ્મુ-કાશ્મીરમાં ઉરી નજીક રામપુર સેક્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી. છેલ્લા 5 દિવસોથી જારી જોઇન્ટ ઓપરેશન હેઠળ ગુરુવારે 3 આતંકવાદી ઠાર કરાયા. અધિકારીઓ મુજબ તેઓ તાજેતરમાં જ પાકિસ્તાનના કબ્જા હેઠલના કાશ્મીરમાંથી ભારતીય સરહદમાં આવ્યા હતા. ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી 5 એક-47, 8 પિસ્ટલ અને 70 હેંડ ગ્રેનેડ સાથે પાકિસ્તાની કરન્સી પણ મળી છે.

3 આતંકવાદીઓની શોધ જારી

ચિનાર કોર્પ્સ કમાન્ડર લે. જનરલ ડીપી પાંડેએ જણાવ્યું કે અમને વિસ્તારમાં 6 આતંકવાદીઓના છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા, તે પછી તેઓને એલિમિનેટ કરના માટે જમ્મુ-કાશ્મીર અને ભારતીય સેનાએ મળી એક જોઇન્ટ ઓપરેશન શરૂ કર્યુ અને આતંકવાદીઓની શોધ શરૂ કરી. ગુરુવારે રામપુર સેક્ટરના હાથલંગા જંગલમાં આતંકવાદીઓના છુપાયા હોવાના સમાચાર મળ્યા. ત્યારબાદ સુરક્ષાદળોએ તેઓની શોધ શરૂ કરી. આ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધી અને કાઉન્ટર ફાયરિંગમાં ત્રણ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા. અન્ય ત્રણ આતંકવાદીઓની શોધ હજુ જારી છે.

આતંકી અનાયત અહમદ ડાર ઠાર

તેના થોડાક કલાક અગાઉ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના ચિત્રગામ ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટના સમાચાર મળ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટરમાં અનાયત અહેમદ ડાર નામના આતંકી ઠાર કરાયો હતો. આ એ જ વિસ્તાર છે, જ્યા બુધવારે મોડી સાંજે આતંકવાદીઓએ એક નાગરિકને ઇજા પહોંચાડી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ જ આતંકવાદીને ઠાર કરાયો છે.

Read Also

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!