GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ભારતીય સેના વર્ષો જુની આ ગાડીને નથી કરવા માંગતી રિટાયર્ડ,વધુ નવી ગાડીઓનો અપાયો ઓર્ડર

ભારતીય સેનાને દાયકાઓથી તેમની શાન રહેલી ગાડી મારૂતિ જિપ્સી સાથે ખુબ લગાવ છે અને તેને દૂર કરવા માંગતા નથી. મારૂતિ જિપ્સીની એકવાર ફરીથી સેનામાં પાછી આવી રહી છે. મારૂતિએ જિપ્સીનુ પ્રોડક્શન બંધ કરવાનું એલાન કરી દીધુ હતુ પરંતુ તેમ છતાં સેના પોતાની ઓલ ટાઈમ ફેવરેટ જીપ્સી સાથે સંબંધ તોડવા માટે તૈયાર નથી.

મારૂતિએ ઓક્ટોબર 2018મા એલાન કર્યુ હતુ કે તે એપ્રીલ 2019થી મારૂતિ જિપ્સીનું ઉત્પાદન બંધ કરશે તેમ છતાં સેનાએ મારૂતિને 3051 જિપ્સીનો ઓર્ડર આપ્યો છે. પહેલા તો મારૂતિએ ના પાડી પરંતુ સેનાએ પોતાની જરૂરીયાતો જણાવી તો તે ઓર્ડરને પુરો કરવા માની ગયા. મારૂતિ જિપ્સી ન બનાવવા પાછળનું કારણ એ હતુ કે તે સુરક્ષા નિયમોને પુરા નથી કરતી. તેમ છતાં રક્ષા મંત્રાલયે મારૂતિને સુરક્ષા નિયમોમાં છુટ આપતા ઓર્ડર પુરો કરવા જણાવ્યું હતુ. આવી લગભગ 30,000 ગાડીઓ સેનામાં છે. જેમાંથી કેટલીકને ધીમે ધીમે રીટાયર કરવામાં આવશે.

આ ગાડી વજનમાં હલકી હોવાથી ઓર્ડર આપવામાં આવ્યો છે. સેના મારૂતિ જિપ્સીને મોટા ભાગે કશ્મીર અને પહાડી વિસ્તારોમાં ચલાવવી આસાન રહેશે. તે હલકી હોવા છતા 500 કીલો વજન ઉઠાવી શકે છે અને કોઈ જગ્યાએ શસ્ત્રો પહોંચાડવા માટે મારૂતિ જિપ્સી ખૂબ જ ઉપયોગી રહે છે. આ ગાડી સેનામાં 1991થી વાપરવામાં આવે છે. સેનાએ પહેલા આના વિકલ્પમાં ટાટા સફારી સ્ટ્રોમ અને મહિન્દ્રા સ્કોર્પિયોને પસંદ કરી હતી. મારૂતિએ ઓક્ટોબર 2018મા એલાન કર્યુ હતુ કે તે એપ્રીલ 2019થી મારૂતિ જિપ્સીનું ઉત્પાદન બંધ કરશે તેમ છતાં સેનાએ મારૂતિને 3051 જિપ્સીનો ઓર્ડર આપ્યો છે. સફારીની જગ્યાએ જિપ્સીને લેવા માટેનુ કારણ એ છે કે સફારી મોટી ગાડી છે અને પહાડો પર ખુબ જ સાંકડા રસ્તાઓ છે તેવામાં જીપ્સી સરળતાથી આવા રસ્તાઓ પર ચાલી શકે છે.

READ ALSO

Related posts

ભારતની સૌથી મોટી કૂટનીતિક જીત : LAC પર એક કિલોમીટર પાછળ હટી ચીની સેના, ગલવાન ઘાટી પાસે બન્યો બફરઝોન

Bansari

પોરબંદરમાં ભારે વરસાદની વચ્ચે કરલી પુલ પર જીવ સટોસટીનો ખેલ, જીવનાં જોખમે માછીમારી

pratik shah

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારને ઉથલાવી દેવાના ચાલી રહ્યા છે કાવાદાવા: સંજય રાઉત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!