GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કોરોના સામે લડવા ભારત લાચાર પણ નિભાવશે પડોશી ધર્મ, તબીબોને નેપાળ મોકલશે

કોરોના વાયરસ સામે લડવામાં સાર્ક દેશોની મદદ માટે ભારતીય સૈન્ય ટૂંક સમયમાં નેપાળમાં મેડિકલ ટીમ મોકલવા જઈ રહ્યુ છે. આ ટીમ નેપાળમાં ક્વોરન્ટાઈન સેન્ટરને તૈયાર કરવા, તાલીમ અને ટેસ્ટ પ્રદાન કરશે.

આર્મર્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ (એએફએમએસ) ના ડાયરેક્ટર, લેફ્ટનન્ટ જનરલ અનૂપ બેનર્જીના જણાવ્યા અનુસાર, RRT  એટલે કે રેપિડ રિસ્પોન્સ ટીમ નેપાળ મોકલવામાં આવી રહી છે. આ ટીમમાં સેના ઉપરાંત એરફોર્સ અને નેવી ડોકટરો અને અન્ય પેરા મેડિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ આરઆરટી ટીમ નેપાળમાં કોવિડ -19 સામે લડવામાં મદદ કરશે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાર્ક દેશોના રાષ્ટ્રપતિઓ અને પ્રધાનો સાથે એકથઈને કોરોના વાયરસ સામે લડવા પર ભાર મૂક્યો હતો.

લેફ્ટનન્ટ જનરલ બેનર્જીના જણાવ્યા મુજબ, જો જરૂર પડશે તો આ પ્રકારની ટીમ રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયના સમન્વયથી બીજા મિત્ર દેશોમાં પણ મોકલવામાં આવશે. નેપાળ પહેલા ભારતે આવી જ એક ટીમ માલદિવ્સમાં મોકલી હતી, જે હવે પાછી ફરી છે.

ઉલ્લખેનીય છેકે, ચીનમાંથી જ્યારે પહેલીવાર ફસાયેલાં ભારતીયને લાવવામાં આવ્યા હતા ત્યારે દેશમાં પહેલું કોરોન્ટાઈન સેન્ટર રાજધાની દિલ્હીની નજીક માનેસરમાં તૈયાર કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સેનાએ દેશની અલગ અલગ જગ્યાઓમાં કોરોના વાયરસની સામે લડવા માટે કોરોન્ટાઈન સેન્ટરો તૈયાર કર્યા હતા. જેમાં ઈટલી અને ઈરાનથી લાવવામાં આવેલાં ભારતીયોને રાખવામાં આવ્યા હતા. આ આઈસોલેશન સેન્ટર ગાઝીયાબાદનાં હિંડન એરબેઝ, જોધપુર, જેસલમેર, મુંબઈ, કોચ્ચી, વિશાખાપટ્ટનમ, ચેન્નાઈ, કોલકાતા વગેરેમાં તૈયાર કરાયા હતા.

READ ALSO

Related posts

લદાખમાં ચીન-ભારતે લશ્કરની સંખ્યા વધારી : શસ્ત્રોને અને ટેન્કો ગોઠવી, મોદી સરકાર પર દબાણનો પ્રયાસ

Dilip Patel

ગાંધીનગર: સચિવાલયની કચેરીઓ ધમધમતી થઈ, મંત્રીઓએ સ્વર્ણિમ સંકુલમાં કાર્યભાર સંભાળ્યો

pratik shah

ખેડૂતો માટે આનંદ વધામણા, કેરળ કાંઠે ચોમાસાના પ્રારંભે જ ભારે વરસાદથી 9 જિલ્લામાં યલો એલર્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!