GSTV

ભારતીય સેનાએ પાકિસ્તાનના ઘાટી વિસ્તારમાં કરી કાર્યવાહી, જૈશ-એ-મોહમ્મદના લોન્ચિંગ પેડને તબાહ કર્યો

Last Updated on October 14, 2019 by Mansi Patel

જમ્મુ-કાશ્મીરમાં સરહદે સતત યુદ્ધવિરામ ભંગનું ઉલ્લંઘન કરી રહેલા પાકિસ્તાનને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.

ભારતીય સેનાએ પાકિસ્તાનની નીલમ ઘાટી વિસ્તાર અને લીપા ઘાટીમાં જબરદસ્ત કાર્યવાહી કરી જૈશ-એ-મોહમ્મદના એક લોન્ચિંગ પેડને તબાહ કર્યો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ભારતીય સેનાએ આ ઉપરાંત ત્રણ પાકિસ્તાની ફોરવર્ડ પોસ્ટનો પણ કચ્ચરઘાણ વાળી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભારતીય સેનાની આ કાર્યવાહીમાં અનેક આતંકીઓ માર્યા ગયા હોવાનું મનાઇ રહ્યું છે. સેનાના સુત્રોના જણાવ્યા અનુસાર પીઓકેની લીપા ઘાટીમાં જૈશના લોન્ચિંગ પેડ એમ-4ને તબાહ કરવામાં આવ્યો છે.

તો નીલમ ઘાટીમાં ત્રણ ફોરવર્ડ પોસ્ટને પણ નષ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટની મદદથી પાકિસ્તાનમાં રહેલા આતંકીઓને ભારતમાં ઘુસણખોરી કરવા માટે મોકલવામાં આવતા હતા.

READ ALSO

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!