GSTV

કોરિડોર / ભારતીય સેના હવે કોઈ પણ ઇમરજન્સી માટે તૈયાર, 50 હજાર જવાનો ખડકી આ કર્યો સફળ પ્રયોગ

Last Updated on June 15, 2021 by Dhruv Brahmbhatt

ભારતીય સેનાનું રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર થકી ટેંકો, સૈન્ય વાહનો અને ભારે ઉપકરણો સાથેની ટ્રેન દોડાવવાની ટ્રાયલ સફળ રહી. ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર ભારતીય રેલવેએ વિકસિત કર્યું છે. આ કોરિડોર થકી ઈમરજન્સી સ્થિતિમાં ભારે હથિયારો રેલવે માર્ગ થકી ઝડપથી પહોંચાડી શકાશે.

galwan clash

ગલવાન ઘાટીમાં ચીન સાથેની અથડામણમાં 20 જવાનોના શહીદ થવાની ઘટનાને એક વર્ષ પૂર્ણ થવાના દિવસે ટ્રાયલ રન સફળ રહી હતી. આ સફળ ટ્રાયલ રનને શહીદ જવાનોને સમર્પિત કરાયું હોવાનું જોવા મળી રહ્યું છે. ભારતીય સેનાએ કહ્યું કે, આ કોરિડોર બનાવી રેલવેએ સમગ્ર ભારતમાં સામાન ઝડપથી પહોંચાડવાની વ્યવસ્થાને સુનિશ્ચિત કરી છે. ટ્રાયલ રને આ કોરિડોરની ક્ષમતાની પૃષ્ટિ પણ કરી દીધી છે.

ગલવાન ઘાટી

ગલવાન ખીણમાં થયેલી હિંસક ઘટના બાદથી ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ

ગલવાન ખીણમાં ગત વર્ષે થયેલ હિંસક ઘટના બાદથી ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. આ ઘટના બાદથી લદ્દાખમાં ભારતીય સેનાએ પોતાની સ્થિતિ મજબૂત કરી છે, જ્યારે પૂર્વોત્તરમાં પણ સૈન્ય ઘણી મજબૂત સ્થિતિમાં છે. સિક્કિમ અને અરુણાચલ સાથે જોડાયેલી સરહદે ભારતે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. લદ્દાખમાં ભારતે 50 હજાર વધુ જવાનોને તૈનાત કર્યા છે.

અમુક સૈનિકોને શિયાળામાં પરત બોલાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને ફરી તૈનાત કરાયા છે. કારણ કે, તિબ્બતમાં ચીની આર્મીએ પોતાનો યુદ્ધાભ્યાસ ચાલુ રાખ્યું છે.ચીને પોતાના સૈનિકોને સંપૂર્ણ વર્ષ સરહદે રહેવા તાલિમ આપવાની સાથે, હવાઈ અને સૈન્ય કેમ્પની સંખ્યા વધારવાનું કામ પણ કર્યું છે. બંને પક્ષોએ પૈંગોંગ વિસ્તારમાંથી સૈનિકોને પરત હટાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તણાવ હજુ પણ યથાવત્ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!