GSTV

લદ્દાખમાં લાંબા સમય સુધી ચાલશે કપટી ચીન સાથે તણાવ, દેપસાંગમાં ભારતીય આર્મી છે સજ્જ

છેલ્લા 4 મહિનાથી લદ્દાખ સરહદે પ્રવર્તી રહેલી તંગદિલી વચ્ચે ભારતીય સેનાએ મહત્વનો નિર્ણય કર્યો છે સરહદે ચીન સાથે ઘર્ષણની લાંબા ગાળીની સ્થિતિને જોતા સેનાએ સૈનિકો માટે એડવાન્સ વિન્ટર સ્ટોક શરૂ કરી દીધો છે… કેમકે પૂર્વ લદ્દાખના જે વિસ્તારોમાં ભારતીય સેનાનો ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે તે એકદમ દુર્ગમ વિસ્તાર છે.

પૂર્વ લદ્દાખના જે વિસ્તારોમાં ભારતીય સેનાનો ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે તે એકદમ દુર્ગમ વિસ્તાર

નોંધનીય છે કે અહીં શિયાળામાં સપ્લાય ચેઇનને સુચારૂ રૂપે ચલાવવા બેહદ મુશ્કેલીભર્યું કામ છે… ચીન સરહદે નજીકના ભવિષ્યમાં તણાવ ઓછો થાય તેવા કોઇ એંધાણ નથી. આવા સંજોગોમાં લેહ-લદ્દાખમાં તૈનાત 14મી કોરે આગામી એક વર્ષ સુધીનો સંપૂર્ણ સ્ટોક જમા કરી લીધો છે. મતલબ કે લેહ-લદ્દાખમાં જો આગામી એક વર્ષ સુધી પણકોઇ સપ્યાલ ન થઇ શકે તો પણ એલએસી પર તૈનાત 50 હજાર સૈનિકોને ખાવા-પીવામાં કોઇ તકલીફ નહીં પડે.

સરહદ પર મે મહિનાથી ચીન સાથે રહેલો તણાવ જલ્દી ખત્મ થશે નહી

લદ્દાખની સરહદ પર મે મહિનાથી ચીન સાથે રહેલો તણાવ જલ્દી ખત્મ થશે નહી. ઉલ્લેખનીય છે કે રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા જાહેર થયેલા નિવેદનમાં ભારતીય સેનાને શિયાળામાં પણ સરહદ પર સતર્ક રહેવું પડશે. ત્યારે આ દરમ્યાન ભારતીય સેના પણ લોન્ગ હોલની તૈયારી કરી ચૂકતી છે. આ કડીમાં સેના દેપસાંગ વિસ્તારમાં પાણીની શોધખઓળ કરી રહી છે.સેનાની ટીમ ગલવાન, દેપસાંગ અને દૌલત બેગ ઓલ્ડીમાં જમીની પાણીની શોધમાં લાગી છે.

વાયુસેનાનું C17 ગ્લોબમાસ્ટર સેનાની મદદ કરી રહ્યું છે

આ મિશનમાં સેનાની સાથે ભૂસ્તર વૈજ્ઞાનિક ડો, રિતેશ આર્યા કાર્ય કરી રહ્યા છે.આ મિશનમાં વાયુસેનાનું C17 ગ્લોબમાસ્ટર સેનાની મદદ કરી રહ્યું છે. જેથી શિયાળા શરૂ થાય તે પહેલા તમામ આપૂરતિને પૂર્ણ કરી શકાય. ઉલ્લેખનીય છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે ચીન સાથે ભારતીય સેના વાટાઘાટો દ્વારા મામલો પૂર્ણ કરવાની તૈયારી દર્શાવી છે. જો ચીન માનશે નહી તો તમામ સ્થિતિ માટે સજ્જ છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!