GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાન ક્યાં સુધી ચીનના સથવારે પોતાની ખૈર મનાવશે, હવે સુધરે તો સારું નહીં તો…

Last Updated on February 20, 2020 by Mansi Patel

સેનાધ્યક્ષ એમએમ નરવણેએ ફરી પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. પાકિસ્તાને તેના શબ્દો અને ક્રિયાઓ વચ્ચેનું અંતર કાપવું પડશે. સેના પ્રમુખે કહ્યું કે અંતે પાકિસ્તાન ક્યાં સુધી ચીનના સથવારે પોતાની ખૈર મનાવતા રહેશે. જનરલ નરવણેએ વધુમાં કહ્યું કે ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સનું દબાણ પાકિસ્તાન પર સતત વધતું જાય છે ત્યારે તેઓ હવે સુધરી જાય તે જ તેમના માટે સારૂ છે.

આર્મી ચીફ નરવણે તેમના પૂર્ણ સત્રમાં પાકિસ્તાન વિરુદ્ધ ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી કાર્યવાહીની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું. જનરલ નરવણેએ વધુમાં કહ્યું કે ઈનપુટ મળતા રહે છે કે પીઓકેમાં 15થી 20 આતંકી શિબિર છે જ્યાં દરેક વખતે લગભગ 250-350 આંતકીઓ હોય છે. જોકે, તેમણે કહ્યુકે, આ આંકડા ઓછા કે વધારે હોઈ શકે છે.

આર્મી ચીફ નરવણે કહ્યું કે જો ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) પાકિસ્તાન પર વધુ દબાણ વધારતું રહેશે, તો તેને તેના શબ્દો અને ક્રિયાઓ પર પુનર્વિચારણા કરવાની ફરજ પડી શકે છે. તેમણે FATF ને કાશ્મીર ખીણમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો થવા માટેનું મુખ્ય પરિબળ પણ ગણાવ્યું.

સેના પ્રમુખ નરવણેએ કહ્યું કે પાકિસ્તાન વિરૂદ્ધ એફએટીએફની કાર્યવાહીથી ચીને પણ અનુભવ્યું છે કે દરેક સમયે પોતાના મિત્ર પાકિસ્તાનનો બચાવ ન કરી શકાય. તેઓએ કહ્યું કે અમને ઈનપુટ મળતા રહે છે. અમે બેટ(બોર્ડર એક્શન ટીમ) કાર્યવાહી કરીને પાકિસ્તાની સેનાની તરફથી આતંકીઓની ઘૂસણખોરી કરાવવાની કોઈ પણ નાપાક હરકતને તરત જ માકામ કરવા માટે સક્ષમ છીએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!