GSTV
Home » News » લાંબા વિલંબ બાદ ભારતીય જવાનોને મળશે બુલેટપ્રૂફ જેકેટ

લાંબા વિલંબ બાદ ભારતીય જવાનોને મળશે બુલેટપ્રૂફ જેકેટ

ભારતીય સેનાના જવાનોને આખરે લાંબા વિલંબ બાદ બુલેટપ્રુફ જેકેટ મળવાના છે. સંરક્ષણ મંત્રાલયે સંરક્ષણ ઉપકરણો બનાવનારી ફર્મ સાથે 1.86 લાખ બુલેટપ્રુફ જેકેટની ખરીદી માટે 639 કરોડ રૂપિયાના કરાર કર્યા છે. એક નિવેદનમાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે સફળ વ્યવહારીક મૂલ્યાંકન બાદ આ સોદો નક્કી કરવામાં આવ્યો છે. બુલેટપ્રુફ જેકેટની આપૂર્તિનો કોન્ટ્રાક્ટ સ્વદેશી કંપની એમએમપીપી પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવ્યો છે. આ બુલેટપ્રુફ જેકેટને બોરોન કાર્બાઈડ સિરેમિક દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.. નવું બુલેટપ્રુફ જેકેટ જવાનોને 360 ડિગ્રી સુરક્ષા પ્રદાન કરશે. આ બુલેટપ્રુફ જેકેટ જવાનોને સ્ટીલ કોર બુલેટ્સથી પણ જવાનોને સુરક્ષિત રાખશે. આગામી કેટલાક મહિનાઓમાં જેકેટની સપ્લાઈ કરવાનું શરૂ કરવામાં આવશે અને ત્રણ વર્ષની અંદર ઓર્ડરને પૂર્ણ કરી દેવામાં આવશે.

Related posts

પાકિસ્તાનનાં ખૈબરમાં ખોદકામ દરમ્યાન મળ્યા હજારો વર્ષો જુના હિન્દુ સંસ્કૃતિના અવશેષો, જાણો

pratik shah

પહેલી ડે નાઈટ ટેસ્ટને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ, બરોડામાં કરાયું અનોખું આયોજન

Nilesh Jethva

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ બનાવી રહી છે વેબસાઈટ, એક ક્લિકે મળશે દરેક કાર્યકર્તાની માહિતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!