GSTV

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા જવાનોએ મોટા પ્રમાણમાં IED નિષ્ક્રિય કર્યું

Last Updated on January 10, 2021 by Mansi Patel

જમ્મુના પૂંછ જીલ્લામાં સુરક્ષાદળના જવાનો દ્વારા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ક્રિય બનાવતા મોટા પ્રમાણમાં વિસ્ફોટકોને નિષ્ક્રિય કર્યા હતા. પૂંછના મેંઢર વિસ્તારમાં અંદાજે 2.5 કિલો IEDને નિષ્ક્રિય કરવામા આવ્યું હતું. જમ્મુ પોલીસે જણાવ્યું કે, પૂંછના મેંઢરમાં રવિવારે સવારે સૈન્ય અને પોલીસે એક સૂચના મળી હતી કે વિસ્તારના એક રોડ વચ્ચે શંકાસ્પદ વસ્તુ પડી છે. જે પછી સૈન્ય અને પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવ્યું હતું.

મેંઢરમાં ફરીવાર આતંકી હુમલાની યોજનાને નિષ્ફળ બનાવી

સર્ચ અભિયાન દરમિયાન વિસ્તારમાં બંને તરફથી આવવા-જવાના માર્ગ બંધ કરી દેવાયા હતા. વિસ્તારમાં મળેલી શંકાસ્પદ વસ્તુની તપાસ કરવામા આવતા તે પેકેટમાં IED હોવાનું સામે આવ્યું. જે પછી આતંકીઓ કોઈ મોટા હુમલાની યોજના બનાવી રહ્યાં હોવાની વાત સામે આવી હતી. સૈન્યના બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડે IEDને નિષ્ક્રિય કર્યું. ઉલ્લેખનીય છે કે, મેંઢરમાં અમુક દિવસ અગાઉ પણ એક આતંકી હુમલાની યોજનાને નિષ્ફળ બનાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હથિયાર અને દારુગોળો કબજે કર્યો હતો. જ્યારે પકડાયેલા આતંકીઓના સાથીઓએ પૂંછ અને રાજૌરીમાં મંદિરોને ટાર્ગેટ કરવાની વાત કબૂલી હતી.

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!