GSTV
Gujarat Government Advertisement

સફળતા/ દુશ્મનોની ટેન્કોના ભુક્કા બોલાવી દેશે એન્ટી ટેન્ક મિસાઈલ, હેલિકોપ્ટરમાંથી એક વાર છૂટી ગઈ તો કોઈ નહીં રોકી શકે

Last Updated on February 19, 2021 by Karan

રાજસ્થાનમાં ભારતીય સેના અને એરફોર્સે સંયુક્ત રીતે હેલિના એન્ટી ટેન્ક મિસાઈલનું પરીક્ષણ કર્યુ છે. ડીઆરડીઓના કહેવા પ્રમાણે આ મિસાઈલોને એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર ધ્રુવમાંથી લોન્ચ કરવામાં આવી હતી. એક પછી એક ચાર મિસાઈલનું પરીક્ષણ મિસાઈલની ઓછામાં ઓછી સાત કિલોમીટર અને વધારેમાં વધારે રેન્જની ચકાસણી કરવા માટે થયું હતું.

જુની પુરાણી ટેન્કને ટાર્ગેટ તરીકે રાખવામાં આવી

ડીઆરડીઓના અધિકારીઓના કહેવા પ્રમાણે આ પરીક્ષણ માટે જુની પુરાણી ટેન્કને ટાર્ગેટ તરીકે રાખવામાં આવી હતી. પરીક્ષણ સફળ રહ્યું હતું.  એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનો ઉપયોગ સેના દુશ્મન ટેન્કો પર હુમલો કરવા માટે કરે છે.

હેલિના મિસાઈલ ત્રીજી પેઢીનું એન્ટી ટેન્ક મિસાઈલ

હેલિના મિસાઈલ ત્રીજી પેઢીનું એન્ટી ટેન્ક મિસાઈલ છે અને તે ફાયર અને ફરગેટ સિસ્ટમ પર કામ કરે છે. મતબલ કે મિસાઈલને એક વખત લોન્ચ કરવામાં આવે તે પછી તે પોતાની ગાઈડન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને નિશાન પર પ્રહાર કરે છે. આ મિસાઈલ્સને ભારતમાં જ બનેલા ધ્રુવ હેલિકોપ્ટર પર ફિટ કરાઈ છે. જે રાતે પણ પ્રહાર કરવા માટે સક્ષમ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!