GSTV
Home » News » ભારતીય સેનાના જવાનો માટે સારા સમાચાર, સંરક્ષણ મંત્રાલય તરફથી મળશે આ ભેટ

ભારતીય સેનાના જવાનો માટે સારા સમાચાર, સંરક્ષણ મંત્રાલય તરફથી મળશે આ ભેટ

ભારતીય સેનાના જવાનોને આખરે લાંબા વિલંબ બાદ બુલેટપ્રુફ જેકેટ મળવાના છે. સંરક્ષણ મંત્રાલયે સંરક્ષણ ઉપકરણો બનાવનારી ફર્મ સાથે 1.86 લાખ બુલેટપ્રુફ જેકેટની ખરીદી માટે 639 કરોડ રૂપિયાના કરાર કર્યા છે. એક નિવેદનમાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે સફળ વ્યવહારીક મૂલ્યાંકન બાદ આ સોદો નક્કી કરવામાં આવ્યો છે.

બુલેટપ્રુફ જેકેટની આપૂર્તિનો કોન્ટ્રાક્ટ સ્વદેશી કંપની એમએમપીપી પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવ્યો છે. આ બુલેટપ્રુફ જેકેટને બોરોન કાર્બાઈડ સિરેમિક દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. નવું બુલેટપ્રુફ જેકેટ જવાનોને 360 ડિગ્રી સુરક્ષા પ્રદાન કરશે. આ બુલેટપ્રુફ જેકેટ જવાનોને સ્ટીલ કોર બુલેટ્સથી પણ જવાનોને સુરક્ષિત રાખશે. આગામી કેટલાક મહિનાઓમાં જેકેટની સપ્લાઈ કરવાનું શરૂ કરવામાં આવશે અને ત્રણ વર્ષની અંદર ઓર્ડરને પૂર્ણ કરી દેવામાં આવશે.

IPLમાં તમારી પણ ટીમ બનાવી રમો ક્રિકેટ અને જીતો રોજ 35000 સુધીના રોકડ ઇનામો

Related posts

ચાર વોર્ડમાં ભાજપનો વિજય થતા જૂનાગઢ મેયર પદના ઉમેદવાર શું આ વ્યક્તિ બનશે

Bansari

Sacred Games 2ના કલાકારોએ અપનાવ્યો ગ્લેમરસ લુક, વાયરલ થઈ રહ્યા છે ફોટા

Dharika Jansari

બિહારમાં ભારે પુરના કારણે 104ના મોત, 81 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!