GSTV
Gujarat Government Advertisement

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાં થઈ શકે છે આ બે મોટી બેંકો મર્જ, સરકાર પાસે આવ્યો પ્રસ્તાવ

Last Updated on June 5, 2019 by Mansi Patel

ભારતીય સ્ટેટ બેંકમાં સહયોગી બેંકો અને બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજ્યા બેંકના વિલય બાદ હવે કેન્દ્ર સરકાર જલ્દીથી અન્ય ત્રણ બેંકોનાં વિલયની જાહેરાત કરી શકે છે. આ વિષયમાં ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC)એ નાણામંત્રાલયને એક પ્રસ્તાવ મોક્લ્યો છે.  નાણા મંત્રાલય પાસેથી મંજૂરી મળ્યા બાદ તેનો અમલ કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ ઓબીસીએ ઈન્ડિયન બેંક અને કોર્પોરેશન બેંકને પોતાનામાં વિલય કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જોકે, મંત્રાલયે આ પ્રસ્તાવ અંગે કોઈ ચર્ચા કરી નથી. જ્યારે બીજી તરફ નાણા મંત્રાલય સરકારી બેંકોમાં આ વર્ષે 40-50 હજાર કરોડ રૂપિયાની રોકડ તેના તરફથી નાખશે. અત્યાર સુધીમાં સરકારી બેંકોને 1,06,000 રૂપિયા આપવામાં આવ્યા છે.

વિલયની આશાએ ઓબીસી અને કોર્પોરેશન બેંકનાં શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. આની પહેલાં પણ પંજાબ નેશનલ બેંક સહિત 6 બેંકોનાં વિલયના અહેવાલ આવ્યા હતા.

બેંકોની નાણાકીય સ્થિતિ અને એનપીએના આધારે સિંડિકેટ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, આંધ્રા બેંક, ઈલાહાબાદ બેંક, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ ઈન્ડિયા તેમા સામેલ હતા. જોકે, પીએનબીને ચોથા ક્વાર્ટરમાં ખોટ વધવાને કારણે હાલ વિલય પર રોક લગાવવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!